અમદાવાદ: ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID) અમદાવાદ રિજનલ ચેપ્ટર IIID De.pulse ને હોસ્ટ કરવા માટૈ તૈયાર છે, 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સાંજે 5 વાગ્યાથી આ પ્રીમિયર ડિઝાઇન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઇવેન્ટ, ડિઝાઇનના ભાવિષ્યના વ્યાપક સંશોધન માટે સમગ્ર પ્રદેશમાંથી ડિઝાઇન વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને એકસાથે લાવશે. આ ફેસ્ટિવલમાં ટ્રેડ એક્સ્પો, નોલેજ સેમિનાર, વર્કશોપ અને ઇન્સ્ટોલેશનની સિરિઝ પણ છે, જે સહકાર અને શીખવા માટે એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
IIID De.pulse ની ઉદ્ઘાટન આવૃત્તિની થીમ “ધ ફ્યુચર ઓફ ડિઝાઈન: ઇન ધ કસ્પ ઓફ અ રિવોલ્યુશન” છે, જે આજે ક્ષેત્રને આકાર આપી રહેલા સૌથી વધુ મહત્વના મુદ્દાઓ અને નવીનતાઓને સંબોધિત કરે છે. ચાર-દિવસીય ઇવેન્ટમાં ડિઝાઇનર્સ પેવેલિયન, ક્રાફ્ટ્સ પેવેલિયન, અવકાશી અને કલા સ્થાપનો અને ડિપલ્સ ઓનર્સ એવોર્ડ શો જેવા વિવિધ ઘટકોનો સમાવેશ કરાયો છે, જે સમગ્ર પ્રદેશમાં ડિઝાઇનમાં અસાધારણ કાર્યની ઉજવણી કરે છે.
IIID અમદાવાદના ચેરપર્સન દેવદત્ત પંડ્યાએ જણાવ્યું હતું કે, “IIID De.pulse અમદાવાદમાં ડિઝાઇન સમુદાય માટે એક આકર્ષક પગલું છે. આ ઇવેન્ટ ડિઝાઇનરો માટે તેમના કાર્યને પ્રદર્શિત કરવાની માત્ર એક તક નથી, પરંતુ આગામી વર્ષોમાં ડિઝાઇનની દિશા પ્રતિબિંબિત કરવાની એક નિર્ણાયક ક્ષણ પણ છે. અમે સર્જનાત્મકતા અને સહકારને પ્રેરિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે રોમાંચિત છીએ.”
IIID De.pulse માં આર્કિટેક્ટ્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, ડિઝાઇન સ્ટુડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ અને પ્રતિનિધિઓ સામેલ થશે. આ ફેસ્ટિવલમાં એશિયા-પેસિફિક સ્પેસ ડિઝાઇનર્સ એસોસિએશન (APSDA)ના 30 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને 34 IIID ચેપ્ટરના પદાધિકારીઓ ભાગ લેશે. અમદાવાદ અને તેની બહારના ઉત્સાહિ ડિઝાઇનરોનો એક વ્યાપક સ્પેક્ટ્રમ પણ ઇવેન્ટમાં જોડાશે.
IIID De.pulse માં શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લા ફ્રેન્યાના ધ્રુતિ ઘેડિયા દ્વારા પિંચિંગ અને કોઈલીંગ ટેકનિકમાં નિપુણતા મેળવવા અંગે વર્કશોપ, કોરાજ ક્રાફ્ટ્સના રવિ રાજ દ્વારા પ્લાન્ટના કચરાને ટકાઉ કાગળના ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવા અંગે વર્કશોપ, ધ આર્ટ કન્ટેનરના રવિ પંચાલ દ્વારા ‘તમારું પોતાનું ટેરેરિયમ બનાવો અને પ્રકૃતિને ઘરમાં લાવો’ વિષય પર વર્કશોપ અને ધ કારીગરી સ્ટુડિયોના હંસલ પટેલ દ્વારા બૌહૌસ પ્રેરિત ડિઝાઇન સાથે ગ્લાસ મોઝેઇકના જાદુનું સંશોધન વિષય પર વર્કશોપ કરવામાં આવશે.
આ ઈવેન્ટમાં ટેકનોલોજી એન્ડ AI : ધ કેટાલિસ્ટ ઓફ ફ્યુચર, ડિઝાઈન એજ્યુકેશન ટુડે: હાઉ રિલેવન્ટ ઈઝ ઈટ ફ્રોમ ટુમોરો? અને ધ ફ્યુચર ઓફ પ્રોફેશનલ પ્રેક્ટિસ ઓફ ડિઝાઈન જેવા વિષયો પર જ્ઞાનવર્ધક સેશન્સની શ્રૃંખલા પણ દર્શાવવામાં આવશે.
આ સેશન્સમાં HSC ડિઝાઇન્સના હિલોની સુતારિયા, એન્ડબ્લેક સ્ટુડિયોના જ્વલંત મહાદેવવાલા, સ્ટુડિયો ઇમર્જન્સના ખુશભુ દાવડા, ક્નો સેન્સ સ્ટુડિયોના હિમાંશુ ઘોષ, આશિર એન્જિનિયરિંગના હિરેન પટેલ, CEPTના રિષવ જૈન, ધ ડિઝાઇન વિલેજના સૌરભ ગુપ્તા, NIDના નંદિતા અબ્રાહમ, તનિષ્કા કાચરુ અને CEPTના સલીમ ભત્રી સહિતના ઉદ્યોગના અગ્રણીઓ અને જાણીતા પેનલિસ્ટ દ્વારા વિષય સંબંધીત આકર્ષક ચર્ચાઓ કરવામાં આવશે.
અન્ય કેટલાક પ્રતિષ્ઠિત વક્તાઓમાં PVDRSના મેઘા પટેલ વડોદરિયા, INIના જયેશ હરિયાણી, પ્લે આર્કિટેક્ચરના સેંથિલ કુમાર ડોસ, PDC આર્કિટેક્ટ્સના પ્રશાંત પરાડવક અને સ્ટુડિયો 2+2ના શિવાંશ સિંઘ પણ શામેલ છે.
De.pulse ફેસ્ટિવલની અન્ય વિશેષતા એ છે કે, IIID અમદાવાદ પ્રદેશમાં ડિઝાઇનના અસાધારણ કાર્યને ઓળખી અને તેને બિરદાવે છે. 11મી જાન્યુઆરીએ મોન્ટેક્રિસ્ટો એસબીઆર ખાતે સાંજે 6:30 વાગ્યાથી દ્વિવાર્ષિક પુરસ્કારમાં સર્જનાત્મકતા, નવીનતા અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતાનું પણ સન્માન થશે.