અમદાવાદઃ આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ ભારતમાં ’એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ’માં ગ્રીન હાઉસના ફાયદાને પ્રોત્સાહન આપવા માટેના પ્લેટફોર્મ ’કુટુંબ’નું અમદાવાદ ખાતે આયોજન કર્યું હતું. મેગા ઇવેન્ટ નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી), ગ્રીન બિઝનેસ સર્ટિફિકેશન ઇન્ક. (જીબીસીઆઈ), સીડીસી યુકે અને અશોક બી. લોકલ આર્કિટેક્ટસ સાથે સંકળાયેલી હતી. દેશ માં જુદા જુદા શહેરો ને ધ્યાનમાં રાખીને કુટૂબ દેશમાં ટકાઉ અને ઊર્જા કાર્યક્ષમ રિયલ એસ્ટેટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરિયાત, પ્રયાસો અને પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ ઇવેન્ટ અનેક શહેરોમાં યોજાશે.
આ પ્રસંગે રિયલ એસ્ટેટ, હરિત અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના ઉદ્યોગ વ્યાવસાયિકો ઉપસ્થિત હતા. આ પ્રસંગે પી. ગોપાલક્રિષ્નન (એમડી, જી.બી.સી.આઈ.), રિતુ કુમાર (ડિરેક્ટર, એનવાયર્નમેન્ટલ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સીડીસી), અશોક બી. લાલ (આચાર્યશ્રી, અશોક બી લાલ આર્કિટેક્ટ્સ) અને મોનુ રાત્રા (સીઇઓ, આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ)એ હાજરી આપી હતી.
આ પ્રસંગે વાત કરતા આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડના સીઈઓ મોનુ રાત્રાએ જણાવ્યું કે, “ગ્રીન બિલ્ડીંગ ભારતમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં નોંધપાત્ર સંભાવના ધરાવે છે. ડિઝાઇન તબક્કાથી ઘરનું કામ પૂર્ણ થવા સુધી, ગ્રીન બિલ્ડીંગ માત્ર ખર્ચ અસરકારક નથી, પરંતુ ઊર્જા કાર્યક્ષમતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. કુટુંબ દ્વારા, અમે એક પ્લેટફોર્મ બનાવવા માંગીએ છીએ, જ્યાં લોકો અને સંસ્થાઓ તેમના જ્ઞાન અને સ્રોતોને ટકાઉ ભાવિ અને હરિત સમાજ બનાવવાની દિશામાં પૂરા પાડી શકે છે જે ૨૦૨૨ સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની દ્રષ્ટિ તમામ માટે હાઉસિંગ સાથે સંરેખિત થાય છે.”
આ પ્રસંગે પી. ગોપાલક્રિષ્નન (એમડી, જીબીસીઆઈ) એ ઇવેન્ટમાં હાજર રહેલા રિયલ એસ્ટેટ ડેવલપર્સને ગ્રીન બિલ્ડીંગ અને ટકાઉ વિકાસનું મહત્વ સમજાવ્યું. જી.બી.સી.આઈ. ભારતમાં પણ ઇમારતોને ગ્રીન પ્રમાણિત કરવા માટેના પગલાઓ પર પ્રકાશ પાડશે.ટકાઉ વિકાસના પાયોનિયર અશોક બી લાલાએ ગ્રીન અને ટકાઉ માળખાઓની ડિઝાઇન કરવા પર તેમની વિશેષતા વ્યક્ત કરી જ્યારે નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી) એ દેશમાં ગ્રીન ઇમારતની પહેલને ટેકો આપતી ઘટનામાં સરકારની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
“કુટુંબ એ અમારી કંપની દ્વારા લેવામાં આવતી સામાજિક અને પર્યાવરણીય પહેલનું વિસ્તરણ છે, જેમ કે એફોર્ડેબલ હાઉસિંગ લોન, સ્વચ્છ ભારત અને મહિલા શિક્ષણ અને સશક્તિકરણ. અમદાવાદમાં થયેલ આ ઇવેન્ટ ભારતના વિવિધ શહેરોમાં થનારી ઘણી બધી કુટુંબ ઇવેન્ટ માની એક હતી. ” – એમ મોનુ રાત્રાએ ઉમેર્યું.