ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રમઝાન નિમિત્તે વ્હાઇટ હાઉસમાં આયોજિત કરાઈ ઈફ્તાર પાર્ટી 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રામ્પ ચૂંટાયા પહેલા પોતાની ઈલેક્શન સ્પીચ દ્વારા એન્ટી મુસ્લિમ કમેન્ટ્સ અને અભિગમ માટે ખુબ ચર્ચામાં રહેલા, પરંતુ સમય સાથે તેઓના અન પ્રિડિક્ટેબલ સ્વભાવ અને અપ્રોચ પણ ખુબજ જાણીતા થયા છે.

અત્યારે રમઝાન નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે પોતાના મુસ્લિમ વોટર્સ અને સીટીઝન માટે ડોનાલ્ડ ટ્રમ્પ  દ્વારા વ્હાઇટ હાઉસમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન રાખેલ છે. જોવાની વાત એ છે કે આ પરમ્પરાની શરૂઆત પણ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી કેમ કે બારાક ઓબામા અને પ્રેસિડેન્ટ બુશના શાસન કાળ દરમિયાન પણ આ તહેવારને વ્હાઇટ હાઉસમાં ઉજવાતો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પના આ અભિગમને અમેરિકામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને અનેક રાજનીતિજ્ઞ આ ઈફ્તાર પાર્ટીને વોટબેન્કનું ગણિત પણ જણાવે છે. આ બધી ઘટનાઓ વચ્ચે પરંતુ અમુક મુસ્લિમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ પાર્ટીમાં મળેલ આમંત્રણનો અસ્વીકાર કરી અને પોતાની અલગ ઈફ્તાર પાર્ટી આયોજિત કરવાનું પણ સામે આવ્યું છે. જેમાની એક છે (CAIR) – The Council on American-Islamic Relations, તેઓ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે “ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કેમપેઇનની શરૂઆતથી ઇસ્લામોફોપિયા અને બેન મુસ્લિમ વગેરે વિષયો પર બોલતા હતા અને હવે ઈફ્તાર પાર્ટી આયોજિત કરી અને શું સાબિત કરવા માંગે છે.”
આવા મિશ્ર પ્રતિસાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત પાર્ટીના પડઘા અમેરિકામાં કેવી રીતે પડે છે તે આવનારો સમય બતાવશે.
Share This Article