નવી દિલ્હી: તાજેતરમાં ગોવા ખાતે આયોજિત 55મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024માં ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’ના સ્ક્રીનિંગ સાથે એક શાનદાર શરૂઆત જોવા મળી હતી, જેનું દિગ્દર્શન અને મુખ્ય ભૂમિકામાં રણદીપ હુડ્ડાએ અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે NRI એક્ટર જય પટેલે એક એવા ક્રાંતિકારીની અદ્ભુત ભૂમિકા ભજવ્યો હતો જે ભારતની આઝાદીની લડતમાં મુખ્ય કિરદાર હતો.
અભિનેતા જય પટેલે IFFI 2024નો ભાગ હોવા અંગે કહ્યું હતું કે, “મારું હોમ ગ્રાઉન્ડ ભારતમાં હોવાથી તે મારા માટેના શ્રેષ્ઠ અનુભવોમાંનો એક હતો. પ્રેક્ષકોનો ઉષ્માભર્યો આવકાર અને ઉત્સાહપૂર્ણ અભિવાદન આ ફિલ્મની અસર અને સુસંગતતાની પુષ્ટિ કરે છે,” તેમણે વધુમાં શેર કર્યું, “આવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ફિલ્મનું પ્રતિનિધિત્વ કરવાના સન્માનને પ્રતિબિંબિત કરે છે. આ ફિલ્મ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને અસંખ્ય નાયકોને શ્રદ્ધાંજલિ છે કે જેમણે આજે આપણને આઝાદી અને સ્મિત આપવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું,”.
સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા જય પટેલની બાજુમાં બેઠેલા ગોવાના મુખ્યમંત્રીએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી હતી.