ભારત: નવીન મોબાઇલ ટેક્નોલોજીમાં અગ્રણી ઈન્ફિનિક્સે આજે તેના નવીનતમ સ્માર્ટફોન નોટ 40એક્સ 5જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઉપકરણ ઈન્ફિનિક્સની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં તેની સંભવિત તમામ સીમાઓને આગળ ધપાવે છે અને ‘નોટ’ સિરીઝમાં કંપનીની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે – જે તેના સર્વાંગી પ્રદર્શન માટે જાણીતી છે. નવો નોટ 40એક્સ 5જી 9 ઓગસ્ટથી રૂ.14,999ની પ્રારંભિક કિંમત પર ઉપલબ્ધ થશે, જેમાં બેંક ઑફર્સ પણ સામેલ છે.
- મજબૂત પ્રદર્શન માટે શક્તિશાળી મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર
- ક્વાડ-એલઇડી ફ્લેશ અને 15+ મોડ્સ સાથે અદ્યતન 108એમપી ટ્રિપલ એઆઈ કેમેરા
- ઉચ્ચ ગુણવત્તાની સેલ્ફી માટે એલઇડી ફ્લેશ સાથે 8એમપી ફ્રન્ટ કેમેરા
- ઇન્ટરેક્ટિવ ડાયનેમિક પોર્ટ સાથે ઇમર્સિવ 5.78″એફએચડી+120 હર્ટ્ઝપંચ-હોલ ડિસ્પ્લે
- પ્રીમિયમ ઓડિયો અનુભવ માટે ડીટીએસ સાઉન્ડ સાથે ડ્યુઅલ સ્પીકર
- પામ બ્લુ, સ્ટારલીટ બ્લેક અને લાઇમ ગ્રીનમાં સ્ટ્રાઇકિંગ ગ્રેડિયન્ટ બેક ડિઝાઇન
- સમગ્ર દિવસના ઉપયોગ માટે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000એમએએચ બેટરી
- સ્વચ્છ વપરાશકર્તા અનુભવ માટે એક્સઓએસ 14 ઇન્ટરફેસ સાથે નવીનતમ એન્ડ્રોઈડ 14
- સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સાથે ઉન્નત સુરક્ષા
- અદ્યતન કનેક્ટિવિટી વિકલ્પો માટે મલ્ટિ-ફંક્શનલ એનએફસી
- 12જીબી+256જીબીરૂ.14,999માં અને8જીબી+256જીબીમાં રૂ.13,499 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે
અપ્રતિમ મેમરી અને પ્રદર્શન
તેની શ્રેણીમાં નવો બેન્ચમાર્ક સેટ કરીને, નોટ 40એક્સ 5જી બે અભૂતપૂર્વ મેમરી કન્ફિગરેશન રજૂ કરે છે: 8જીબી+256જીબી અને 12જીબી+256જીબી, જે બંને યુએફએસ 2.2 સ્ટોરેજ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ સંયોજન વીજ-ગતિએ એપ લોન્ચ, સમસ્યારહિત મલ્ટીટાસ્કિંગ અને તમામ વપરાશકર્તા સામગ્રી માટે પૂરતી જગ્યાની ખાતરી કરે છે. ડિવાઇઝના કેન્દ્રમાં મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર આવેલું છે, જે રોજબરોજના કાર્યોથી લઈને સંસાધન-સઘન એપ્લિકેશન્સ અને મોબાઈલ ગેમિંગ સુધીની દરેક વસ્તુ માટે મજબૂત પ્રદર્શન પ્રદાન કરે છે.
ક્રાંતિકારી કેમેરા ક્ષમતાઓ
ફોટોગ્રાફીના શોખીનો નોટ 40એક્સ 5જીની અદ્યતન કેમેરા સિસ્ટમથી આનંદિત થશે. ડિવાઇઝમાં 108એમપી ટ્રિપલ એઆઇ કેમેરા સેટઅપ છે, જે ક્વાડ-એલઇડી ફ્લેશ દ્વારા પૂરક છે, જે પડકારરૂપ પ્રકાશની સ્થિતિમાં પણ અદભૂત છબી ગુણવત્તાની ખાતરી આપે છે. વપરાશકર્તાઓ 15થી વધુ કેમેરા મોડ્સ સાથે તેમની સર્જનાત્મકતાને શોધી શકે છે, જેમાં ઈન્ટેલિજન્ટ સીન ઓપ્ટિમાઈઝેશન માટે એઆઇ કેમ, પ્રોફેશનલ-લુકિંગ ડેપ્થ ઈફેક્ટ્સ માટે પોટ્રેટ મોડ, એકસાથે ફ્રન્ટ અને રીયર કેમેરા રેકોર્ડિંગ માટે ડ્યુઅલ વિડિયો મોડ, મેન્યુઅલ કંટ્રોલ માટે પ્રો મોડ અને સિનેમેટિક વિડિઓ કેપ્ચર માટે ફિલ્મ મોડનો સમાવેશ થાય છે. સમર્પિત એલઇડી ફ્લેશ સાથે સુસજ્જ 8એમપી ફ્રન્ટ કેમેરા કોઈપણ વાતાવરણમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી સેલ્ફી અને વિડિયો કૉલ્સની ખાતરી આપે છે.
ઇમર્સિવ ડિસ્પ્લે અને ઑડિયો અનુભવ
નોટ 40એક્સ 5જી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે વિસ્તૃત 6.78″ એફએચડી+ડિસ્પ્લે ધરાવે છે, જે સ્મૂધ સ્ક્રોલિંગ અને રિસ્પોન્સિવ ટચ ઇન્ટરેક્શન ઓફર કરે છે. પંચ-હોલ ડિઝાઇન સ્ક્રીન રિયલ એસ્ટેટને મહત્તમ બનાવે છે, જ્યારે નવીન ઇન્ટરેક્ટિવ ડાયનેમિક પોર્ટ નોટિફિકેશન અને ડિવાઇઝની ઇન્ટરેક્શનમાં એક અનન્ય ફ્લેર ઉમેરે છે. વિઝ્યુઅલ અનુભવને પૂરક બનાવીને, ડીટીએસ સાઉન્ડ ટેક્નોલોજી સાથેની ડ્યુઅલ સ્પીકર સિસ્ટમ સમૃદ્ધ, ઇમર્સિવ ઑડિયો પહોંચાડે છે, જે નોટ 40એક્સને ગેમિંગ, વિડિયો સ્ટ્રીમિંગ અને મ્યુઝિક પ્લેબેક માટે એન્ટરટેનમેન્ટ પાવરહાઉસ બનાવે છે.
આકર્ષક ડિઝાઇન અને ટકાઉ બેટરી લાઇફ
ત્રણ અદભૂત રંગો – પામ બ્લુ, સ્ટારલીટ બ્લેક અને લાઇમ ગ્રીનમાં ઉપલબ્ધ – નોટ 40એક્સ 5જીમાં પ્રીમિયમ ગ્રેડિયન્ટ બેક ડિઝાઇન છે, જે આંખને આકર્ષિત કરે છે અને હાથમાં ખૂબ જ સરસ લાગે છે. આ ડિવાઇઝ એક મજબૂત 5000એમએએચ બેટરી દ્વારા સંચાલિત છે, જે આખા દિવસના વપરાશને સુનિશ્ચિત કરે છે. 18વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે, વપરાશકર્તાઓ પોતાના ડિવાઇઝને ઝડપથી ચાર્જ કરી શકે છે અને તેમના સૌથી મહત્વપૂર્ણ કાર્ય સાથે જોડાઈ શકે છે. એઆઇ ચાર્જ ફીચર બેટરીની તંદુરસ્તીને જાળવી રાખીને ચાર્જિંગ પ્રક્રિયાને અનુકૂલિત કરે છે, જે સમય જતાં લાંબા સમય સુધી અને શ્રેષ્ઠ પ્રદર્શનની ખાતરી આપે છે.
અદ્યતન સૉફ્ટવેર અને સુરક્ષા ફિચર્સ
નોટ 40એક્સ 5જી લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જે ઈન્ફિનિક્સના એક્સઓએસ 14 યુઝર ઇન્ટરફેસ સાથે આવે છે. આ સંયોજન ન્યૂનતમ બ્લોટવેર સાથે એક સ્વચ્છ, સાહજિક વપરાશકર્તા અનુભવ પ્રદાન કરે છે. ઝડપી અનલોકિંગ માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને વધારાની સગવડતા માટે ફેસ અનલોક સુવિધા સાથે સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે. ઈન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી તમારા સ્માર્ટફોન અનુભવને વધારવા માટે અદ્યતન એઆઇ ટેક્નોલોજીથી સજ્જ છે. તેની એઆઇ એપ બૂસ્ટ સુવિધા આપની મનપસંદ એપ્સને બેકગ્રાઉન્ડમાં તૈયાર રાખે છે, લોંચના સમયને નોંધપાત્ર રીતે ઝડપી બનાવે છે. એઆઇ વૉલપેપર જનરેટર વપરાશકર્તાઓને તેમના દ્વારા ઉમેરવામાં આવેલા ટેક્સ્ટ પ્રોમ્પ્ટના આધારે કસ્ટમ વૉલપેપર્સ જનરેટ કરવાની મંજૂરી આપે છે.
ઉન્નત કનેક્ટિવિટી
આજના ઝડપી વિશ્વ સાથે ઉપયોગકર્તાઓને જોડી રાખવા માટે નોટ 40એક્સ 5જીમાં મલ્ટી-ફંક્શનલ એનએફસી ક્ષમતાઓ સામેલ છે, જે કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ સક્ષમ કરવા, સુસંગત ઉપકરણો સાથે ઝડપી જોડી અને સરળ ડેટા શેરિંગને સક્ષમ બનાવે છે.
કિંમત અને ઉપલબ્ધતા
ત્રણ ડાયનેમિક ગ્રેડિયન્ટ કલર્સ- પામ બ્લુ, લાઈમ ગ્રીન અને સ્ટારલીટ બ્લેકમાં પ્રીમિયમ ડિઝાઈન સાથે, ઈન્ફિનિક્સ નોટ 40એક્સ 5જી સ્માર્ટફોન બે મેમરી વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે- 12જીબી+256જીબીની કિંમત રૂ.14,999 છે, જેમાં રૂ.1000 કેશ બેક શામેલ છે અને 8જીબી+256જીબીની કિંમત રૂ.13,499 છે, જેમાં રૂ.1500 કેશ બેક શામેલ છે – આ બંને માત્ર પસંદગીની બેંકો પાસે જ ઉપલબ્ધ છે, જે તેની અસાધારણ સર્વાંગી મનોરંજન ક્ષમતાઓ માટે અજેય મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરે છે. બેંક ઇએમઆઈ, બજાજ ફાઇનાન્સ, ટીવીએસ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ અને પાઈન લેબ્સ દ્વારા સરળ ધિરાણ વિકલ્પો ઉપલબ્ધ છે.