ગુજરાત બહાર રોકાણ કરવા ઈચ્છતા હોય તો કાશ્મીરમાં જ કરજાે ઃ ગૃહમંત્રી અમિત શાહની ઉદ્યોગપતિઓને અપીલ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું આજે સમાપન થયું છે. ગુજરાત માટે આ સમિટ અનેક નવા નજરાણા લઈને આવી છે. વાઈબ્રન્ટ સમિટના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના મહેમાન બન્યા હતા. અને વાઈબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. આ પૂર્વે વાઈબ્રન્ટ સમિટને સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાત ભવિષ્યનું વિચારીને કામ કરી રહ્યું છે અને વિકસિત ભારતનું ગેટવે ગુજરાત બનશે. વધુમાં અમિત શાહે ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે, જાે ગુજરાત બહાર ઉત્તરમાં રોકાણ કરવા ઇચ્છતા હોવ તો કાશ્મીરમાં જ કરજાે અને કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવામાં PM મોદીના સંકલ્પને મદદ રૂપ થજાે.
વધુમાં ગૃહ પ્રધાન અમિત શાહે અમૃત કાર્ડની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાતના સમારોહમાં ભાગીદાર થવા માટે સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે કહ્યું કે હું પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ હતો અને ૧૦મીમાં પણ ઉપસ્થિત છું. આ ૨૦ વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નંખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષને મોદીજીએ દિશા આપી છે. આજે આ સમાપન નથી, પરંતુ અમૃત કાર્ડના સંકલ્પને સાકર અને સાર્થક કરવા માટે આ સંકલ્પથી સિદ્ધિનો માર્ગનું પ્રસસ્થીકરણ છે. ત્રીજી વખત મોદીજી પ્રધાનમંત્રી બનશે અને આ પાંચ વર્ષમાં જ આપણે દુનિયાની ત્રીજી અર્થવ્યવસ્થા બની જઈશું. ય્૨૦ ફેમિલી વન ફ્યુચરના નારાની સમગ્ર દુનિયાએ સરાહના કરી છે. આજે ભારત વિશ્વમિત્ર બનીને ઉભર્યું છે.
આ ઉપરાંત અમિત શાહે વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું કે ગુજરાત ભવિષ્યનું વિચારીને આગળ વધી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે, વિકસિત ભારતનો રોડ ગુજરાતથી જ પસાર થઈ રહ્યો છે. જે ઉદ્યોગપતિએ ગુજરાત પર વિશ્વાસ જતાવ્યો છે અને એમઓયુ કર્યા છે, તેમનો આભાર માનું છું અને એમને વિશ્વાસ આપવામાં માગું છું કે ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર તમારી અપેક્ષાઓ પર ખરી ઉતરશે.