મુંબઈ: પૃથ્વીરાજ સુકુમારન યુનિફોર્મમાં પુરુષો અને મહિલાઓના રોજબરોજના ત્યાગ અને તેમની સેવાઓ મોટે ભાગે ધ્યાન બહાર રહી જાય છે તે વિશે જણાવે છે. અભિનેતા આગામી જિયોહોટસ્ટાર ફિલ્મ સરઝમીંમાં લશ્કરી અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. તેણે આ ભૂમિકાએ દેશની સેવા કરનારાની શાંત સહનશીલતામાં ફરી એક વાર ડોકિયું કઈ રીતે કરવા મળ્યું તે વિશે વાત કરી.
‘‘આપણને સામાન્ય જીવન જીવવા મળે છે, કારણ કે અમુક લોક તેમના જાનની બાજી લગાવીને દેશની રક્ષણ કરતા હોય છે,’’ એમ કહીને તે ઉમેરે છે કે સરઝમીં ફક્ત યુનિફોર્મની વાત નથી, પરંતુ તે શું ભોગ લે છે તેની વાત છે. ફિલ્મમાં પૃથ્વીરાજ વિજય મેનની ભૂમિકા ભજવી રહ્યો છે, જે અંગત દુઃખ અને ભાવનાત્મક અંતર સાથે ઝઝૂમતો આદરણીય અધિકારી છે. બહાદુરી પાછળની મુશ્કેલીઓમાં આ ફિલ્મ ડોકિયું કરાવે છે.
View this post on Instagram
પૃથ્વીરાજ કહે છે, “આગામી સમયે જો તમને સૈનિક પુરુષ અથવા મહિલા જોવા મળે તો તેમની પાસે જાઓ અને કહે, મહોદય, મહોદયા, તમારી સેવા માટે તમારો આભાર.’’ આપણે આપણું રોજિંદું જીવન બે વાર વિચાર્યા વિના જીવતા હોઈએ છીએ, કારણ કે અમુક લોકો ત્યાં આપણી શાંતિનું રક્ષણ કરવાની જવાબદારી લેતા હોય છે. આ લોકો જન્મદિવસ, મહોત્સવો, તેમના બાળકોનો ઉછેર પણ ચૂકી જતા હોય છે, જેથી આપણે મુક્ત રીતે જીવી શકીએ. આ ત્યાગ સર્વથી પર છે અને આપણે તેની પહોંચ આપવી જ રહી.’’
કાયોઝી ઈરાની દ્વારા દિગ્દર્શિત, કાજોલ, ઈબ્રાહિમ અલી ખાન અને પૃથ્વીરાજ સુકુમારન દ્વારા અભિનિત સરઝમીં ખાસ જિયોહોટસ્ટાર પરથી 25મી જુલાઈથી સ્ટ્રીમ થશે!