આધુનિક સમયમાં ગળાકાપ સ્પર્ધાનો સમય ચાલી રહ્યો છે. જેમાં થાકને લઇને ગણતરી કરવી યોગ્ય નથી. તમામ લોકો ખુબ મહેનત કરતા રહે છે. જો કે મોટા ભાગના લોકો થાકની ફરિયાદ કરતા રહે છે. જો થાકના કારણે તમે પણ પરેશાન છો તો ચોક્કસપણે તેના કારણ અને નિવારણને જાણી શકાય છે. થાકના કારણે એવો અનુભવ થાય છે કે જાણે શરીરમાં કોઇ પણ પ્રકારની જાન નથી. ભારેપણ અનુભવ થાય છે. નાની નાની બાબતો પર ગુસ્સો આવે છે. વર્તન ખરાબ રહે છે. આધુનિક સમયમાં ભોજનમાં પૌષક તત્વોની કમી, વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને અન્ય કેટલાક કારણોસર વ્યક્તિને થાક વધારે લાગે છે. થાક કેમ લાગે છે તે અંગે જ્યારે લોકો પ્રશ્ન કરે છે ત્યારે તેનો જવાબ એ છે કે થાક વ્યસ્ત કાર્યક્રમ, ગરમીની સિઝન, ખાવા પિવાની ખોટી ટેવ અને અન્ય કારણોથી પણ થાક લાગી શકે છે. વધારે ઉઘના કારણે પણ થાક લાગે છે. યોગ્ય રીતે પાણી ન પીવાના કારણે પણ થાક લાગે છે.
આ ઉપરાંત કેટલીક વખત શરીર શ્રમ કરતી વેળા શ્વાસ ફુલવા લાગી જાય છે. શ્રમ કરવાથી શ્વાસ ફુલે છે. કસરત વધારે કરવાથી પણ થાક લાગે છે. એસિડીટીથી પણ થાક લાગે છે. સાથે સાથે રૂટીન કરતા અલગ રીતે કામ કરવાથી થાક લાગે છે. જો આ થાક વધારે સમય સુધી અથવા તો કેટલાક દિવસ સુધી અનુભવ થાય તો તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ. તેના લક્ષણની વાત કરવામાં આવે તો થાક રહેવાની સ્થિતીમાં તાવ આવે છે. માથામાં દુખાવો રહે છે. થાયરોઇડ, ડાયાબિટીસ, સ્થુળતા, એનિમિયા, ગર્ભાવસ્થામાં ખુનની કમી હોવાની સ્થિતીમાં થાકની સાથે સાથે ચક્કર આવે છે. જો એકાએક ચક્કર આવે અથવા તો શ્વાસ ફુલવા લાગે તો આના માટે હિમોગ્લોબિનની કમી હોઇ શકે છે. થાકને લઇને કેટલીક બાબતોનુ ધ્યાન રાખી શકાય છે. જેમ કે ભુખ લાગેલી ન હોય તો બિનજરૂરીરીતે ભોજન કરવાની કોઇ જરૂર નથી. સાથે સાથે હળવા કોઇ પણ સિઝન ફળનો ઉપયોગ કરી શકાય છે. રાત્રે ભોજન કરી લીધા બાદ તરત જ ઉંઘી જવાની કોઇ જરૂર નથી. ઉઘવા જતા પહેલા પ્બે કલાક પહેલા ભોજન કરવાની જરૂર હોય છે. પેટ ભારે ન લાગે તેટલા પ્રમાણમાં ભોજન કરવાની જરૂર હોય છે.
ભોજન લીધા બાદ ચા, કોફી અથવા તો લિબુ પાણી પીવાના બદલે લસ્સી અથવા તો છાશનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તાજા ફળફળાદી અને શાકભાજીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તે જરૂરી છે. ભોજન કરી લીધા બાદ તરત જ પાણી પીવાની જરૂર નથી. આના કારણે પાચન શક્તિને નુકસાન થાય છે. સપ્તાહમાં એક દિવસ ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. આના કારણે અંગેને થોડાક અંતર બાદ ફરી કામ કરવા માટે સમય મળી જાય છે. થાકથી બચવા માટે કેટલાક ઉપાય રહેલા છે જેનો ઉપયોગ કરવામાં આવે તો ફાયદો થાય છે. જેમાં સ્નાનને આર્યુવેદમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
તેલથી પગની માલિશ કરવાથી ફાયદો થાય છે. દુધ,દ્રાક્ષ, ખજુર, અનાર ફાલસા, શેરડીનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય છે. છાશ શરીરમાં ઉર્જાને વધારે છે. પાચન શક્તિને મજબુત કરે છે. થાક દુર કરે છે. નાસ્તો કરી લીધા બાદ ગરમ પાણી, લંચ બાદ છાશ અને ડિનર બાદ દુધ પીવાથી સીધો ફાયદો થાય છે. ગરમીના દિવસોમાં કાકડી ખાવાથી પણ ફાયદો થાય છે. ટેન્શનને દુર કરવા માટે યોગ્ય રસ્તો યોગ છે. નિયમિત પ્રાણાયામ કરવાથી ફાયદો થાય છે. તેના કારણે ટેન્શન દુર થાય છે અને ઉર્જા અને સ્ફુર્તિ રહે છે. થાકના લક્ષણના આધાર પર તપાસ કરવામાં આવે છે. એક સપ્તાહથી થાક છે અને વય ૪૦થી વધારે છે તો તબીબોની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ. સાથે સાથે થાઇરોઇડ તેમજ ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઇએ. હાઇપરટેન્સનની પણ તપાસ કરાવી લેવી જોઇએ. નારિયળ પાણી પીવાની પણ તમામ લોકો સલાહ આપે છે. ઓઆરએસ લેવાની પણ તબીબો સલાહ આપે છે.
દિવસમાં લંચ લીધા બાદ ૩૦ મિનિટથી વધારે સમય સુધી આરામ કરવાની સલાહ પણ યોગ્ય નથી. સાંજે ભોજન લીધા બાદ ૧૫-૩૦ મિનિટ સુધી વોકિંગ કરવાની પણ જરૂર છે. રાત્રી ગાળામાં ક્યારેય કેફીન અને સોફ્ટડ્રીક્સનો ઉપયોગ કરવો જોઇએ નહી.