પેટ્રોલ અને ડીઝલના દિવસેને દિવસે વધતા ભાવો વચ્ચે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમે બુધવારે કેન્દ્ર સરકારને હાથ લીધી અને જણાવ્યુ કે સરકાર ઈચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમતોમાં 25 રૂપિયા સુધીના ભાવ ઘટાડી શકાય તેમ છે. પી ચિદમ્બરમે જણાવ્યુ કે કાચા તેલની કિંમતોમાં પડતી આવવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ પર 15 રૂપિયા બચાવી રહ્યા છે.
તેમણે એ પણ કહ્યુ કે સરકાર એક લિટર પેટ્રોલ પર 10 રૂપિયાનો ટેક્સ લગાવી રહ્યા છે. આ રીતે સરકાર ઈચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમત 25 રૂપિયા સુધી ઓછી કરી શકે છે પરંતુ સરકાર આ કરવા ઈચ્છતી નથી. જો સરકાર આ પગલુ ઉઠાવે તો આનાથી સામાન્ય માણસને ઘણી રાહત મળશે. સરકાર પેટ્રોલની કિંમતમાં 1થી 2 રૂપિયા પ્રતિ લિટરના કપાત કરીને લોકો સાથે દગો કરે છે.
સામાન્ય માણસને રાહત મળી શકે છે દિલ્હીમાં 23મેએ એક લિટર પેટ્રોલની કિંમત 77.17 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. જો સરકાર પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની સલાહ પર અમલ કરે છે તો એક લિટર પેટ્રોલની કિંમત 25 રૂપિયાથી ઓછી થઈને 52 રૂપિયા થઈ શકે છે.