સંસદમાં અધ્યક્ષે બોલવા ન દીધા તો સાંસદને ગુસ્સો આવ્યો, સૌની સામે કપડા ઉતારી નાખ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાંસદે સૌની સામે કપડા ઉતારતા દેખાઈ રહ્યા છે. આ મામલામાં ઓનલાઈન યુઝર્સ ખૂબ રિએક્શન આપી રહ્યા છે. મામલો નેપાળનો છે. અહીં અપક્ષ સાંસદ અમરેશ કુમાર સિંહે સોમવારે સૌની સામે પોતાની શર્ટ અને બનિયાન ઉતારી દીધી હતી. તેમનો આરોપ હતો કે, તેમને સદનમાં બોલવાનો સમય નથી આપતા. સિંહ નેપાલી કોંગ્રેસના પૂર્વ નેતા છે. તેમણે ગત વર્ષે સરલાહીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. કારણ કે, નેપાળી કોંગ્રેસ તરફથી ટિકિટ નહોતી આપી.

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાંથી પીએચડી કરનારા સિંહે ત્યારે પોતાના કપડા ઉતારી દીધા, જ્યારે હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવ્સને સ્પિકર દેવરાજ ધિમિરે તેને બોલવાની મંજૂરી આપી નહીં. ધિમિરે તેમને ચેતવણી આપતા કહ્યું કે, જો  HOR મીટિંગમાં શાંતિથી વ્યવહાર નહીં કર્યો, તો તેમના પર એક્શન લેવામાં આવશે.

Share This Article