સલાડ ખાવા આપ્યુ તો દિકરાએ કરી પોલીસને ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

થોડા દિવસ  પહેલા કેનેડામાં પોલીસ સ્ટેશનમાં એક 12 વર્ષના છોકરાનો ફોન આવ્યો અને તેણે મદદ કરવા કહ્યું. અસલમાં વાત એમ હતી કે તે છોકરાની માતા તેને રોજ સલાડ ખાવા આપતી હતી અને તેને સલાડ ખાવુ પસંદ નહોતું. આ વાતથી કંટાળીને તેણે તેની માતાને ના પાડવાના ઘણા પ્રયત્ન કર્યા છતાં તેની માતાએ તેને સલાડ ખાવાની ફરજ પાડી હતી. આ વાતથી છોકરો ખુબ કંટાળી ગયો હતો અને તેણે પોલીસને માતા રોજ સલાડ ખાવાનું કહે છે તેમ કહીને મદદ માટે ફોન કર્યો હતો. આટલુ ઓછુ હોય તેમ થોડી વારમાં જ્યારે પોલીસ તેના ઘરે ના પહોંચી ત્યારે તેણે ફરી ફોન કર્યો અને પૂછ્યુ કે તે કેટલી વારમાં તેના ઘરે પહોંચે છે.

નાનકડી વાત પર પોલીસને ફોન કરવો યોગ્ય નથી. પોલીસે આ તકનો ફાયદો ઉઠાવીને લોકોને જાગરૂક કરવાનુ જરૂરી સમજ્યું. પોલીસે લોકોને કહ્યુ કે બાળકોને સમજાવવું જોઇએ કે ઇમરજન્સી નંબરનો ઉપયોગ ક્યારે કરવો જોઇએ. આમ સલાડ ખાવા આપવા જેવી બાબત પર પોલીસને ફોન ના કરવો જોઇએ તે બાબતની જાગરૂકતા બાળકોને હોવી જોઇએ.

Share This Article