લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. હિન્દી પટ્ટાના રાજ્યો ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. આવી સ્થિતીમાં જો લોકસભાની ચૂંટણીમાં તેની અસર દેખાશે તો ભાજપને ૬૫ સીટો પૈકી ૩૧થી વધારે સીટો મળી શકશે નહીં. જો કે એક્ઝિટ પોલના તારણ કહી રહ્યા છે કે આ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ તેની મજબુત સ્થિતી જાળવી રાખી છે.અગાઉની ચૂંટણીના પરિણામ પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે આ રાજ્યોમાં વર્ષ ૨૦૦૪, ૨૦૦૯, અને ૨૦૧૪માં જ્યારે સામાન્ય ચૂંટણી થઇ ત્યારે તેની અસર આ ચૂંટણી પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર જોવા મળી હતી.
આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીના છ મહિના અથવા તો તેના પહેલા યોજાઇ હતી. જેથી તેની અસર લોકસભાની ચૂંટણી પર થઇ હતી. માત્ર રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૪માં અપવાદની સ્થિતી રહી હતી. જ્યાં ડિસેમ્બર ૨૦૦૩માં વિધાનસભાની ચૂંટણામાં જનતાએ ભાજપને ફગાવી દીધા બાદ લોકસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો થયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૫ માથી ૨૦ સીટો મળી હતી. જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર દેખાશે તો ભાજપ માટે લોકસભાની ચૂંટણી ભારે નુકસાન લાવી શકે છે. ભાજપે વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં રાજસ્થાનમાં ૨૫માંથી ૨૫, મધ્યપ્રદેશમાં ૨૯માંથી ૨૭, છત્તિસગઢમાં ૧૧માંથી દસ સીટ જીતી હતી.એટલે કે આ રાજ્યોમાં આવનાર લોકસભાની ૬૫ સીટો પૈકી ૬૨ સીટો જીતી લીધી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગઢ જાળવી શકે છે.
વિધાનસભાની ચૂંટણી જેમ લોકોએ મતદાન કર્યુ હશે તો ભાજપને મધ્યપ્રદેશમાં ૨૯માંથી ૧૭, રાજસ્થાનમાં ૨૫માંથી ૧૩ અને છત્તિસગઢમાં ૧૧ સીટો પૈકી એક સીટ મળી શકે છે. ભાજપની સંખ્યા ઘટીને ૩૧ શકે છે. જે છેલ્લી લોકસભા ચૂટણીમાં ૬૨ હતી. એટલે કે ભાજપને અડધી લોકસભા સીટનુ નુકસાન થઇ શકે છે. વર્ષ ૨૦૧૪માં સામાન્ય ચૂંટણીમાં ભાજપે સૌથી મોટી જીત હિન્દી પટ્ટાના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં થઇ હતી. જ્યાં ભાજપે ૮૦ પૈકી ૭૨ લોકસભા સીટ જીતી લીધી હતી.ભાજપ માટે પુરતી બેઠકો જાળવી રાખવા માટેની બાબત મુશ્કેલ દેખાઇ રહી છે. જો કે ભાજપે ત્રણેય રાજ્યોમાં જોરદાર શાસન વિરોધી પરિબળ હોવા છતાં વિધાનસભામાં સ્થિતી મજબુત કરી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેની જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. જો કે કોંગ્રેસ પાર્ટીએ પોતાના દમ પર રાજસ્થાનમાં સરકાર બનાવવા માટેની સાદી બહુમતી સુધીની બેઠકો પર લીડ મેળવી લીધી હતી. લોકસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે જાહેર કરવામા આવ્યા બાદ જ કહી શકાશે કે કેમ હિન્દી પટ્ટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને ફાયદો થયો છે કે કેમ .