હાલના સમયમાં કારોબારમાં ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. દરેક કારોબાર બીજા કારોબારથી આગળ નિકળી જવા માટેની મથામણમાં રહે છે. સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે સૌથી ઉપયોગી છે. સૌથી પ્રાથમિક બાબત કસ્ટમર્સનો વિશ્વાસ જીતવા માટેની હોય છે. સફળ એન્ટરપ્રેન્યોર બનવા માટે આપને સૌથી પહેલા તો આપના કસ્ટમરોને ખુશ કઇ રીતે રાખી શકાય છે તે બાબતની માહિતી હોવી જોઇએ. પોતાના કસ્ટમરોને સંપૂર્ણ સંતોષ થાય અને તે વિશ્વાસમાં રહે તેવા પ્રયાસ કરવા જોઇએ.જ્યાં સુધી તમે પોતાના કસ્ટમરોનો વિશ્વાસ જીતશો નહી ત્યાં સુધી તમે કોઇ પણ કારોબારમાં સફળતા હાંસલ કરી શકશો નહી. આ બાબત બિલકુલ વાસ્તવિક છે અને અભ્યાસથી પણ સાબિત થઇ ચુકી છે. બિઝનેસના સેલ્સને વધારી દેવા માટે કેટલાક પાસા પર ધ્યાન આપવામા આવે તે જરૂરી છે. કસ્ટમરોના વિશ્વાસને કઇ રીતે જીતી શકાય છે તે બાબત કેટલીક ઉપયોગી સાબિત થઇ શકે છે.
જાણકાર લોકો કહે છે કે આપના લોગોને બિઝનેસના ચહેરા તરીકે ગણી શકાય છે. કારણ કે આપના લોકોના ડિઝાઇન આપની વેબસાઇટની કલર સ્કીમને પ્રભાવિત કરે છે. લોગોની પસંદ કરવા માટે કેટલાક નિષ્ણાંતોની મદદ લેવ જોઇએ. કારણ કે લોગો તરફ સૌથી પહેલા કસ્ટમરો આકર્ષિત થાય છે. લોગો તૈયાર કરવા માટે કેટલાક પ્રોફેશનલ ફ્રીલાન્સરને રોકી શકાય છે. અથવા તો કંપની કોઇ કંપનીને હાયર કરી શકાય છે. આપને એક શાનદાર લોગો મળી શકે તે ખુબ જરૂરી છે. આ લોગો કસ્ટમરોને આપની તરફ આકર્ષિત કરી શકે છે. આપ આપની વેબાઇટ પર કસ્ટમરો સાથે ફાઇવ સ્ટાર રેટિગ્સ સિસ્ટમ પણ બનાવી શકો છો. આના કારણે તેઓ આપની પ્રોડક્ટસ અને સર્વિસને રેટિગ્સ આપી શકે છે. આના કારણે અન્ય લોકો પણ આકર્ષિત થઇ શકે છે. સાથે સાથે રિવ્યુ કરી શકશે. જ્યારે પણ કોઇ નવા ગ્રાહકો આપની વેબસાઇટ પર આવશે ત્યારે તે રિવ્યુ અને રેટિગ્સ જાઇને આપના પ્રોડક્ટસ તરફ ધ્યાન આપી શકે છે. આ સિસ્ટમના કારણે ગ્રાહકો આપનામાં વિશ્વાસ વધારે હાંસલ કરી શકશે અને ગ્રાહકો વારંવાર પહોંચી શકશે. પ્રાઇવેસી પોલીસી પર પણ ધ્યાન આપવા માટે તમામ લોકો હાલના સમયમાં સુચન કરે છે.
વર્તમાન સમયમાં તમામ કસ્ટમરો પોતાની પ્રાઇવેસીને લઇને વધારે સતર્ક રહે છે. આપને પણ તેમની પ્રાઇવેસીને લઇને સાવધાન રહેવાની જરૂર હોય છે. તેમની પર્સનલ બાબતોને ખુબ સાવધાનીપૂર્વક સાચવીને રાખવામાં આવે તે જરૂરી હોય છે. આ પ્રકારની માહિતી ખોટા હાથમાં ન જાય તે માટે તમે એક પ્રાઇવેસી પોલીસી બનાવી શકો છો. ગ્રાહકો તમારા પર વધારે ધ્યાન આપી શકે તે માટે સાવધાની પૂર્વક આગળ વધવાની જરૂર હોય છે. તમે જે કંપનીઓની સાથે કામ કરી રહ્યા છો તેમની ઇમેજનો લાભ લઇને તમે તમારા કારોબારને વધારી શકો છો. તમે તમારી વેબસાઇટ અથવા તો કંપની બ્રોશર પર આ કંપનીઓના લોગોનો ઉપયોગ કરી શકો છો. આનાથી આપના ગ્રાહકોને આ બાબતની જાણ થશે કે આ કંપની પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે પણ કારોબાર ધરાવે છે અને તેમનામાં વિશ્વાસ કરી શકાય છે. આ મોટી કંપનીઓ આપના ગ્રાહકો તરીકે છે તે બાબત ગ્રાહકોમાં વધારે આત્મવિશ્વાસ આપને લઇને સર્જી શકે છે. આપના પર વિશ્વાસ વધારે આવવાથી કારોબાર વધી શકે છે.
પોતાના બિઝનેસને આગળ વધારી દેવા માટે પને પ્રોફેશનલ ફોન સિસ્ટમ રાખવાની પણ જરૂર હોય છે. આના માટે એક ટોલ ફ્રી નંબર ચોક્કસપણે લેવાની જરૂર હોય છે. આના કારણે જ્યારે કોઇ ગ્રાહક આપને ફોન કરશે ત્યારે ઓટોમેટેડ સિસ્ટમ તેમને ગ્રીટ કરશે. તેમના ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ આપની સાથે તેમની વાત કરાવશે. આનાથી ગ્રાહકને લાગશે કે આપની કંપની કોઇ નાની કંપની નથી. મોટી કંપની છે. આનાથી પણ વિશ્વાસમાં વધારો થશે. બિઝનેસને વધારી દેવા માટે કેટલાક અન્ય પ્રયોગોને પણ અમલી કરવામાં આવી શકે છે. જા કે સૌથી મહત્વપૂર્ણ બાબત તો બિઝનેસમાં વધુને વધુ વિશ્વાસ ગ્રાહકોનો જીતવા સાથે સંબંધિત છે. ગળા કાપ સ્પર્ધાના સમયમાં ગ્રાહકો પ્રત્યે માન સન્માન રાખીને તેમને યોગ્ય માર્ગદર્શકન આપીને પણ તેમના મનને જીતી શકાય છે. આવુ કામ લાંબા ગાળે ફાયદો કરાવે છે.