ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બનેલા છે ત્યારે દેશના મોટા ભાગના લોકોમાં હવે ચર્ચા છે કે નરેન્દ્ર મોદી છે તો દરેક બાબત હવે શક્ય છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ભારતીય પેટાખંડ અને સમગ્ર દુનિયાના ઇતિહાસમાં કેટલીક ઐતિહાસિક બાબતો જાવા મળી છે. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનની અંદર ૮૦ કિલોમીટર સુધી ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતે પ્રચંડ હવાઇ હુમલા કર્યા હતા. ભારતે આ સાહસ દર્શાવીને વિશ્વ સમક્ષ જાહેરાત પણ કરી કે તેના દ્વારા ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા છે.
હાલમાં જે બાબતો જોવા મળી છે તે બાબતો તો પાંચ વર્ષ પહેલા સુધી કોઇ વ્યક્તિ જોવાની કે વિચારવાની સ્થિતીમાં પણ ન હતા. પાચ વર્ષ પહેલા દેશના લોકો એવુ વિચારી પણ શકતા ન હતા કે પાકિસ્તાનમાં ઘુસી જઇને આ રીતે હવાઇ હુમલા કરી શકાય છે. હવે ભારતીય સેનાએ બે વખત પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. પાકિસ્તાને પરમાણુ હુમલા કરવાની ધમકી આપવાનુ ચાલુ રાખ્યુ પરંતુ ભારતે તેના દેશમાં જ ઘુસીને ત્રાસવાદીઓનો સફાયો કરી દીધો. ભારતે ત્રાસવાદીઓને ફુંકી માર્યા બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનુ દુસાહસ કર્યુ અને જવાબી હવાઇ હુમલા કરવાના પ્રયાસ કર્યા ત્યારકે ભારતે પાકિસ્તાની વિમાનને ફુંકી માર્યુ હતુ. ટેકનિકની રીતે ખુબ જુના ભારતીય વિમાને પણ પાકિસ્તાનના વિમાનને ફુંકી માર્યુ હતુ. કમનસીબ રીતે જે સાહસી પાયલોટે આ પરાક્રમ કર્યો તેના વિમાનમાં દુશ્મન દેશના હુમલામાં આગ લાગી ગઇ હતી અને ખરાબ હવામાનના કારણે તે સરકીને પેરાશુટમાંથી ઉતર્યા બાદ પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો.
જો કે સરકારના તીવ્ર દબાણના કારણે પાકિસ્તાનને ૬૦ કલાકની અંદર પાકિસ્તાન દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા અમારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવાની ફરજ પડી છે. પાકિસ્તાનના આધુનિક ગણાતા વિમાન એફ -૧૬ વિમાનને તોડી પાડી ભારતે જોરદાર સાહસનો પરિચય આપ્યો છે. પાકિસ્તાને વિચાર્યુ હતુ કે વાયુ સેનાના કમાન્ડર અભિનંદનને કવચ બનાવીને તે ભારત પાસેથી તેના કામ કરાવી લેશે પરંતુ તેમાં તેને સફળતા ન મળી. પાકિસ્તાનને લાગ્યુ હતુ કે તે વર્ષ ૧૯૯૯માં કંદહાર વિમાન હાઇજેક વેળા જે રીતે ભારત પાસેથી શરત મનાવી લીધી હત તેવી જ રીતે તે સફળ રહેશે પરંતુ આ વખતે ભારતે પાકિસ્તાનને આવી કોઇ યોજનામાં સફળ થવા દીધુ નથી. મોદી સરકારે સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી કે જા અભિનંદનને છોડવામાં નહીં આવે તો વધારે કઠોર પરિણામ આવશે. આ બાબત ખુશીનો સમય છે. પાકિસ્તાન અભિનંદનને છોડવા માટે તૈયાર છે. બાલાકોટમાં જેશના અડ્ડાઓ પર ભારત દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાન વિશ્વની સામે શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયુ હતુ.પાકિસ્તાન પાસે એવુ કહેવાની પણ તક ન હતી કે તેના નાગરિકોને ભારતે મોતને ઘાટ ઉતારી દીધા છે.
સાથે સાથે એમ પણ કહેવાની સ્થિતીમાં ન હતુ કે તેના નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા નથી. પાકિસ્તાનની જનતાએ તેમના જ પાઇલોટને માર મારીને હત્યા કરી દીધી હતી. ભારતે ખાલી સ્થાનો પર બોંબ ઝીંક્યા હતા તેમ કહેવાની તેના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમની પોલ બાલાકોટના વિસ્તારના લોકોએ ખોલી દીધી હતી. કારણ કે સ્થાનિક લોકોએ કહ્યુ હતુ કે ઉપર પહાડી પર સ્થિત તેના મદરેસા પર બોંબ ઝીંકવામાં આવ્યા છે. પરંતુ પાકિસ્તાન સેના એ બાજુ કોઇને જવા દઇ રહી નથી. એમ માનવામાં આવે છે કે પાકિસ્તાને માર્યા ગયેલા ત્રાસવાદીઓના મૃતદેહોને ત્યાંથી ખસેડી લેવાની પ્રક્રિયા જારી રાખી છે. પાકિસ્તાનની હાલત હવે ખુબ ખરાબ થઇ ગઇ છે. નવા ભારતની શક્તિ કેટલી છે તે બાબત હવે સાબિત થઇ રહી છે. નવા ભારતના પગલા હવે રોકાશે નહીં તેમ તેમ વિશ્વના દેશો પણ માની રહ્યા છે. જ્યાં સુધી પાકિસ્તાનની જમીન પરથી ત્રાસવાદી આકાઓનો સફાયો કરાશે નહીં ત્યા સુધી પુલવામા જેવા હુમલા જારી રહેશે. પાકિસ્તાન પર હવે એક્શનનો દોર છે. પાકિસ્તાનને હવે આ બાબત સારી રીતે સમજી લેવાની જરૂર છે કે ભારતની દુશ્મની પાકિસ્તાન સાથે નથી બલ્કે ત્રાસવાદીઓ સામે છે જે વારંવાર ભારતમાં હુમલા કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે. વિશ્વને ભારતે હવે દર્શાવી દીધુ છે કે ભારત હવે પૂર્ણ શક્તિશાળી દેશ તરીકે છે. અભિનંદનની વાપસી પણ તમામ લોકો માને મોટા ગર્વની વાત છે. કારણ કે પાકિસ્તાન જેવા દુશ્મન દેશમાંથી કોઇને કલાકોમાંથી છોડાવવાની બાબત સરળ નથી.