આજની આ રાજકીય ભૂકંપની સ્થિતીને જોતા લોકશાહીની હત્યા કરવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની અનુભુતિ થઇ રહી છે. હાલમાં જે ઘટનાઓ બંગાળમાં જોવા મળી છે તે ઘટનાઓ પહેલા ક્યારેય જાવા મળી ન હતી. દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇના અધિકારીઓને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. આ જઘન્ય અપરાધ બંગાળની પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં જે સત્તાના લાલચી લોકો દેશને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેવા લોકોને સમર્થન આપી રહ્યા છે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી એવા અધિકારીની સમર્થનમાં ધરણા કરી રહ્યા હતા જે કેટલાક મામલે ખાસ પ્રકારની માહિતી ધરાવે છે.
શારદા ચીટ ફંડ મામલે જેમની સામે તપાસ ચાલી રહીછે અને જે વ્યક્તિ માહિતી ધરાવે છે તેમની પુછપરછ કરવા માટે સીબીઆઇની ટીમ પ્રયાસ કરી રહી છે પરંતુ તક મળી નથી. કેટલીક વખત સીબીઆઇની ટીમ દ્વારા પોલીસ કમીશનર રાજીવ કુમારની સામે સમન્સ જારી કરવામા આવ્યાહોવા છતાં તેમની પાસે સમય રહ્યો ન હતો. વારંવાર પુછપરછને ટાળવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જ્યારે સીબીઆઇની ટીમ આખરે પુછપરછ કરવા માટે પહોંચી ત્યારે તેમની પોલીસે કોલકત્તામાં અટકાયત કરી લીધી હતી. આખરે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. મમતા બેનર્જી દ્વારા આવા પોલીસ અધિકારીઓન તરફેણમાં ધરણા કેમ કરવામાં આવ્યા તે પ્રશ્ન હજુ કોઇને સમજાતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે મમતા બેનર્જી હવે ડરી ગયા છે.
ભ્રષ્ટ અધિકારીઓને બચાવી રહ્યા છે. તેમની વાતમાં દમ લાગે છે. આજે તમામ લોકોને સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે તે એ છે કે આખરે મોદીની જગ્યાએ અન્ય કોઇ દાવેદાર છે જે વડાપ્રધાન તરીકે દેશને આગળ લઇ જઇ શકે. હાલમાં કોલકત્તામાં એક ડઝનથી વધારે વડાપ્રધાન બનવા માટે ઇચ્છુક અને સપના જોતા દાવેદાર એકત્રિત થયા હતા. સામાન્ય લોકોમાં એવી ચર્ચા છે કે તેમની પાસે દેશ માટે કોઇ વિજન નથી અને જા છે તો હજુ સુધી રજૂ કરવાની સ્થિતીમાં નથી. જે લોકો કોલકત્તામાં એકત્રિત થયા હતા તે લોકોનો એક જ મુદ્દો હતો કે મોદી હટાવો દેશ બચાવો. જા કે મોદીથી દેશને કયા પ્રકારનો ખતરો છે જે આ દાવેદારોથી નથી. આ વિચારવા માટેનો વિષય છે. દેશમાં રાજીવ ગાંધી બાદ કોઇ સરકાર પૂર્ણ બહુમતિ સાથે બની છે તો તે મોદીના નેતૃત્વમાં સરકાર બની છે. મોદી સરકારના શાસન કાળમાં ભ્રષ્ટાચારના કોઇ મામલા સપાટી પર આવ્યા નથી. તે બાબતની નોંધ દેશના લોકો લે તે જરૂરી છે. વિશ્વમાં ભારતની છાપ સુધરી છે તે બાબત પણ સ્પષ્ટ છે.
એવુ હોઇ શકે કે મોદી કેટલાક લોકોને પસંદ ન હોય અથવા તો તેમન નીતિથી તેમને પરેશાની થઇ હોત. દેશના લોકો સામે એક પ્રશ્ન તો છે કે જો મોદી નહીં તો કોણ દાવેદાર છે જે વડાપ્રધાન બનવા માટે લાયક યોગ્યતા ધરાવે છે. જે દાવેદારો હોવાની ચર્ચા છે તેમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી, માયાવતી, મુલાયમ સિંહ, ચન્દ્રાબાબુ નાયડુ, લાલુ યાદવ અને અરવિન્દ કેજરીવાલનો સમાવેશ થાય છે. જાણકાર લોકો કહે છે કે રાહુલને લઇને ટિકાકારો કહે છે કે તેઓ એક પૂર્વ વડાપ્રધાનના પુત્ર છે. પરિવારમાં અનેક સભ્યો વડાપ્રધાન હતા. રાહુલના પિતા એક પાયલોટ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવ્યા બાદ કેટલાક જી હજુરી કરનાર લોકોએ રાજીવને વડાપ્રધાન બનાવ્યા હતા. વિરોધી લોકો કહે છે કે કોંગ્રેસમાં એકથી એક લીડરો હતા છતાં કેટલાક લોકોએ તેમને તક આપી ન હતી. મમતા બેનર્જીની વાત કરવામાં આવે તો આ મહિલા તો બંગાળને પૂર્ણ ભારત સમજી રહી છે. દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થાને પણ અટકાયત કરીને તેમની લાયકાત કેવા પ્રકારની છે તેની સાબિતી આપી દીધી છે. શારદા ચિટ ફંડના રાજ ન ખુલે તે માટે અધિકારીઓને અટકાયતમાં લઇ લીધા. માયાવતીની એક પણ સીટ લોકસભામાં નથી છતાં વડાપ્રધાન બનવાના સપના જુએ છે. ત્રણ વખત મુખ્યપ્રધાન રહ્યા છતાં કોઇ દલિત સમુદાયને આગળ લઇ જઇ શક્યા નથી. પોતાની મુર્તિઓ બનાવીને પોતાને મહાન જાહેર કરવાના પ્રયાસ કરી દેવામાં આવ્યા છે. નાયડુને હવે દેવગૌડાની જેમ વડાપ્રધાન બનવાના સપના આવે છે. પરંતુ તેમના પર લાગેલા આરોપો પણ તમામ જાણે છે. આશરે ૫૬ કોંભાડમાં તેમનુ નામ છે.