જો હું સિંગલ છું તેનું કારણ અજય દેવગણ છે : તબ્બુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ અભિનેત્રીનો ખુલાસો આવ્યો છે. તબ્બૂ અને અજય દેવગનની ઓન સ્ક્રીન જોડી ૯૦ના દશકથી જ લોકોના દિલ પર રાજ કરી રહી છે. બન્ને એક સાથે ઘણા બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ પણ કર્યું છે, સાથે અજય અને તબ્બૂ એક બીજાના નજીકના દોસ્ત પણ છે. અજય દેવગનની સાથે તબ્બૂએ વિજયરથ, હકીકત, દ્દશ્યમ, ગોલમાલ અગેન અને દે દે પ્યાર દે જેવી ફિલોમાં કામ કર્યું છે. બન્ને સ્ટાર્સ જલ્દીથી દ્દશ્યમ ૨માં સ્ક્રીન શેયર કરશે. બોલિવુડ અભિનેત્રી તબ્બૂએ ખુલાસો કર્યો હતો કે અજય દેવગન તેમના નજીકના મિત્રોમાંથી એક છે.

અભિનેત્રીએ જણાવ્યું, તે મારા પિતરાઈ ભાઈ સમીર આર્યના પાડોશી અને નજીકના મિત્ર હતા, તે મારા મોટા થવાનું એક ભાગ હતું. જ્યારે હું નાની હતી, સમીર અને અજય મારી જાસૂસી કરતા હતા. તે મને ફોલો કરતો હતો અને કોઈ પણ છોકરો મારી સાથે વાત કરે તો તેને મારવાની ધમકી આપતા હતા. તે એક મોટો ગુંડો હતો અને જો હું આજે સિંગલ છું તો તે અજયને કારણે છે.  તબ્બુએ મજાકમાં એમ પણ જણાવ્યું હતું કે તેણે અજયને તેના લગ્ન માટે કોઈને શોધવાનું કહ્યું હતું. તબ્બુએ કહ્યું- ‘જો કોઈ હોય જેના પર હું વિશ્વાસ કરી શકું તો તે અજય છે. જ્યારે તે આસપાસ હોય છે, ત્યારે સેટ પર માહોલ તણાવ મુક્ત રહે છે. અમે એકબીજા સાથે સ્પેશિયલ બોન્ડ અને બિનશરતી પ્રેમ શેર કરીએ છીએ. આ સિવાય એક ઇત્ન સાથેની વાતચીતમાં તબ્બુએ એમ પણ જણાવ્યું હતું કે અજય દેવગન તેને ક્યારેય લગ્ન કરીને સેટલ થવા માટે નહીં કહે. અભિનેત્રીએ કહ્યું- ‘તે મને સારી રીતે ઓળખે છે. તેઓ જાણે છે કે મારા માટે શું સારું છે. તમને જણાવી દઈએ કે અજય દેવગન અને તબ્બુની આગામી ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ રીલિઝ થવા જઈ રહી છે.

Share This Article