પાંચ વર્ષ સુધી લગ્નના નામે બાંધેલા શારીરિક સંબંધોને દુષ્કર્મ નહીં કહી શકાય. દુષ્કર્મ કેસમાં કર્ણાટક હાઈકોર્ટની મહત્વપુર્ણ ટકોર સામે આવી છે. કર્ણાટક હાઈકોર્ટે એક યુવતીની પીટીશન ન માત્ર રદ્દ કરી પણ લગ્નના નામે ૫ વર્ષ સુધી બાંધેલા શારીરિક સંબંધ બાંધનાર પ્રેમી યુવકને મુક્ત કર્યો છે. આ સમગ્ર મામલો કર્ણાટકનો છે. જ્યાં એક યુવતીએ હાઈકોર્ટમાં એક પીટિશન દાખલ કરી હતી. જેમાં તેણીએ આરોપ લગાવ્યો હતો કે યુવક સાથે તેની મુલાકાત થોડા વર્ષો પહેલાં જ થઈ હતી. યુવતીનો આરોપ છે કે, લગ્નની લાલચે યુવક યુવતી સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. યુવતીનો આક્ષેપ છે કે, યુવકે લગ્નના નામે તેની સાથ ૫ વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું. જે પછી યુવકે સંબંધ તોડી નાખ્યો. કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ નાગાપ્રસ્નનાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ કેસમાં શારીરિક સંબંધની સંમતિ એક, બે વાર, ત્રણ વખત અથવા તો થોડા દિવસો અને થોડા મહિનાઓ પછી પણ ૫ વર્ષ માટે લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં એવું ન કહી શકાય કે પાંચ વર્ષથી યુવકે યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ રાખ્યો હતો.
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે આઈપીસીની કલમ ૩૭૫ હેઠળ મહિલાની સંમતિ વિના શારીરિક સંબંધ બનાવવાને ‘બળાત્કાર’ ગણવામાં આવે છે અને કલમ ૩૭૬માં બળાત્કાર માટે સજાની જોગવાઈ છે. પીડિતાનો આરોપ છે કે અરજદારે લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં લગ્નનું વચન આપીને ફરી ગયો હતો. કોર્ટે કહ્યું કે આટલા લાંબા સમય સુધી સંબંધ હોવાના કારણે અને આ દરમિયાન બંને વચ્ચેના સંબંધને ૩૭૫ અને ૩૭૬ હેઠળ ગુનો ગણી શકાય નહીં.