સર્વિક્સ કેન્સરની સમયસર ઓળખ કરીને તેની સારવાર કરવામાં આવે તો બચાવ સરળ રીતે થઇ શકે છે. રોગની માહિતી મળી ગયા બાદ વહેલી તકે સારવાર જરૂરી બની ગઇ છે. દેશની ગ્રામીણ મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરઅને શહેરી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ સૌથી વધારે જોવા મળે છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં તો એવી ચોંકાવનારી વિગત પણ સપાટી પર આવી છે કે હવે તો ૧૮ વર્ષની યુવતિઓમાં પણ પ્રી સર્વિક્સ કેન્સરના લક્ષણ જોવા મળી ચુક્યા છે. જો તેની ઓળખ વહેલી તકે શરૂઆતમાં કરી લઇને સારવાર કરવામાં આવે તો ફાયદો થાય છે. કેન્સરની શરૂઆત થયા બાદ તેને સંપૂર્ણ રીતે ફેલાઇ જવામાં ૧૦ વર્ષનો સમય લાગે છે. સર્વિકસ કેન્સર શુ છે તે અંગે કેટલાક લોકો પ્રશ્ન કરે છે ત્યારે આનો જવાબ એ છે કે સર્વિક્સ પેટમાં બાળક જ્યાં રહે છે તેના મુખના કેન્સર તરીકે રોગ છે. આ રોગ મહિલાઓમાં સૌથી વધારે જોવા મળે છે.
એચપીવી વાયરસની ઇન્ફેક્શન આના માટેના કારણ તરીકે છે. સ્કીનથી સ્કીનના સંપર્ક, કેટલાક લોકોની સાથે સંબંધના કારણે આ બિમારી થાય છે. આ ઇન્ફેક્શન રોકવાના ઉપાય ન કરવાના કારણે થાય છે. તેના લક્ષણ ખુબ સામાન્ય તરીકે છે. એચપીવી વાયરસના ઇન્ફેક્સનના લક્ષણ દેખાતા નથી. આના કારણે અનિયમિત રક્તસ્ત્રાવ,સંબંધના ગાળા દરમિયાન રક્ત†ાવ, વ્હાઇટ ડિસ્ચાર્જ જેવી બાબતો દેખાય છે. ભુખ ઓછી લાગવાના પણ તેના લક્ષણમાં સામેલ છે. બ્રેસ્ટ કેન્સર બાદ મહિલાઓમાં આ રોગ સૌથી વધારે જાવા મળે છે. યોગ્યરીતે જનનાંગોની સફાઇ ન થવાના કારણે, બિનસુરક્ષિત સેક્સ સંબંધ અને ધુમ્રપાન પણ તેના કારણોમાં સામેલ છે. ક્યા ટેસ્ટ કરવામાં આવે છે તે અંગે પુછવામાં આવે તો તેનો જવાબ એ છે કે ૨૧-૩૦ વર્ષ સુધી પૈપસ્મીયર , એચપીવી ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. રિપોર્ટમાં ગરબડ ગોટાલા થવાની સ્થિતીમાં કાલ્પોસ્કાપી એટલે કે દુરબીન આધારિત ટેસ્ટ કરવામાં આવે છે.
બાયોસ્પી કરવામાં આવે છે. પેંપીલોમા વાયરસ દ્વારા ઇન્ફેક્શન આ કેન્સરના મુખ્ય કારણ તરીકે છે. આ વાયરસના કેટલાક પ્રકાર હોય છે. આ ઇન્ફેક્શનથી બચવા માટે બે પ્રકારની રસી હોય છે. જેમાં એચપીવીથી બચાવે છે. બીજી રસી ચાર પ્રકારના વાયરસથી બચાવે છે. જેના ત્રણ ડોઝ હોય છે. ૧૦થી ૪૫ વર્ષની મહિલા આ રસી લગાવી શકે છે. લગ્ન અથવા તો સંબંધ સ્થાપિત કરતા પહેલા આ રસી લેવાથી વધારે સુરક્ષિત રહી શકાય છે. ગર્ભાશયના મુખના કેન્સરથી બચવા માટે ૧૦-૪૫ની વય સુધી એચપીવી વેક્સીન લગાવવાથી ફાયદો થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભિનરોધક ગોળીઓથી મહિલાઓને સ્તન અને ગર્ભાશય સાથે સંબંધિત કેન્સર થવાનો ખતરો વધી જાય છે.
ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી (એએમયુ) દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવેલા એક આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતી દવા અને ગર્ભિનરોધક ગોળીઓ પર જાહાનીસબર્ગ સ્થિત નેશનલ હેલ્થ લેબોરેટરી સર્વિસના માર્ગારેટ અર્બન અને એએનયુના એમીલી બેંક્સના નેતૃત્વમાં નિષ્ણાંતોની એક ટીમે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી. અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ગર્ભિનરોધક દવાઓથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે રહે છે. બેંક્સના જણાવ્યા મુજબ અભ્યાસના પૂર્વ તારણોના આધાર પર ઘણી બાબતો સપાટી ઉપર આવી છે. આમા જાણવા મળ્યું છે કે ગર્ભિનરોધક ગોળીઓ લેનાર મહિલાઓને કેન્સરનો અસ્થાઈ ખતરો રહે છે. તેમને એમ પણ કહ્યું છે કે અભ્યાસના જુદા જુદા તારણોને પણ આમા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આમા જાણવા મળ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતા હારમોન આધારિત ગર્ભિનરોધક પણ આવી જ રીતે કેન્સરનો ખતરો વધારે છે જેવી રીતે ખતરો ગર્ભિનરોધક દવાઓથી થાય છે. હકીકતમાં સમયની સાથે સાથે બદલાવની જરૂર ઊભી થઈ છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ આ પ્રકારની દવાઓનો ઉપયોગ નહીં કરનાર મહિલાઓની સરખામણીમાં ઇંજેક્શન અથવા તો ગર્ભિનરોધક દવાઓ લેનાર મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાની સંભાવના ૧.૭ ગણી વધી જાય છે. જ્યારે ગર્ભાશય સાથે સંબંધિત કેન્સરની શક્યતા ૧.૪ ગણી વધી જાય છે.