ભારતની અગ્રણી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયા અને ઝી૫ભારતનું ઝડપી ઉભરી રહેલું ઓટીટી પ્લેટફોર્મ સાથે મળીને તેમના ગ્રાહકો માટે ઝી૫ થીયેટરનું સબસ્ક્રિપ્શન લાવ્ય છે. આ ખાસ ઓફર સાથે સબસ્ક્રાઈબર્સ હવે લાઈવ ચેનલ ઝી૫ થીયેટર જોઈ શકશે. જે વોડાફોન પ્લે અને આઈડિયા મુવિઝ અને ટીવી એપ પર ઉપલબ્ધ છે.
આ ભાગીદારી અંગે બોલતા વોડાફોન આઈડિયા લિમિટેડના ઓપરેશન ડાયરેક્ટર-માર્કેટિંગ અવનીશ ખોસલાએ કહ્યું હતું કે “અમે થીયેટર પ્રોડક્શન્સને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ઝી૫ સાથે ભાગીદારી કરીને ઘણો આનંદ અનુભવી રહ્યા છીએ. અમે થીયેટરને પ્રેમ કરનારા ગ્રાહકો કે જે અન્ય માધ્યમોમાં થીયેટરનો આનંદ માણી શકતા નથી તેમના સુધી પહોંચવાનો હેતું ધરાવીએ છીએ.”
ઝી૫ ઇન્ડિયાનાબિઝનેસહેડમનીષ અગ્રવાલે આ ભાગીદારી અંગે કહ્યું હતું કે “વોડાફોન આઈડિયા સાથે અમારી ભાગીદારી ઘણી અદ્દભુત છે અને અમે હવે લોકો સુધી વધુ જાણીતા નાટકો પહોંચાડીશું. થીયેટર આપણા મનોરંજનનો મહત્વનો ભાગ રહ્યો છે અને અમને આશા છે કે દર્શકો હવે ઘરે બેઠા નાટકોનો આનંદ માણી શકશે.”
વોડાફોન આઈડિયાની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેના ગ્રાહકોને વિવિધ કન્ટેન્ટ પૂરૂ પાડવાનો છે. વોડાફોન આઈડિયાના ગ્રાહકો હવે વિવિધ શૈલીઓમાંથીનાટકોનો આનંદ માણી શકશે. જેમાં થ્રિલર, સુપરનેચરલ, ક્રાઈમ, પારિવારિક, ડ્રામા, કોમેડી અને ઐતિહાસિક ડ્રામાનો સમાવેશ થાય છે જે ગ્રાહકોને અદ્દભુત અનુભવ કરાવશે. ગ્રાહકો વોડાફોન પ્લે અને આઈડિયા મૂવીસ એન્ડ ટીવી એપ પરથી આ નાટકોનો આનંદ માણી શકે છે. ઝી૫ થીયેટર જૂલાઈમાં નવ નાટકો રજૂ કરશે અને ત્યારબાદ પ્રત્યેક સપ્તાહે બુધવારે અને શુક્રવારે રાત્રે ૯.૦૦ કલાકે વધુ બે નાટકોનો ઉમેરો કરવામાં આવશે.
આ ભાગીદારી અંતર્ગત ગ્રાહકો નીચે જણાવ્યા પ્રમાણે કેટલાક જાણીતા નાટકો જોઈ શકે છેઃ
- સવિતા દામોદર પરાંજપે, જે સાયકોલોજિકલ થ્રિલર ડ્રામા છે જેમાં શિલ્પા તુલાસ્કર અને વિનય જૈન મુખ્ય ભૂમિકામાં છે.
- ડોલ્સ હાઉસ નાટક નોર્વેના નાટ્ય લેખ, કવિ અને થિયેટર ડાયરેક્ટર હેનરિક જોહાન ઈબ્સનના અ ડોલ્સ હાઉસ પર આધારીત છે જેમાં સ્વસ્તિકા મુખર્જી અને સુભ્રજ્યોતી બરત જોવા મળશે.
- ડબલ ગેમ, એ સસ્પેન્સ ડ્રામા છે જેમાં જાણીતા થીયેટર અને ટેલીવિઝન અભિનેતા કિરણ કરમાકર અને જાણીતા સંગીતકાર-અભિનેત્રી રાજેશ્વરી સચદેવ છે.
વાસ્તવ, આજ નામની બ્લોકબસ્ટર ફિલ્મ પર આધારીત છે, વાસ્તવ સંઘર્ષ, મહાત્વાકાંક્ષા અને પારિવારિક લાગણીઓ પર આધારીત છે જેમાં પુરુ ચિબ્બર અને મિતાલી જગતાપ છે.
વોડાફોન આઈડિયા અને ઝી એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડે થોડા મહિના અગાઉ ઝી૫ માટે સ્ટ્રેટેજિક ભાગીદારી કરી હતી. ઝી૫ એ ભારતનું સૌથી ઝડપી વિકસી રહેલું ઓટીટી છે. આ સ્ટ્રેટેજિક ભાગીદારીનો હેતું ભારતમાં ડિજિટલઈકોસિસ્ટમનો વિકાસ કરવાનો છે. ઝી૫ પર કન્ટેન્ટ પોર્ટફોલિયો વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે વોડાફોન પ્લે અને આઈડિયા મૂવી એન્ડ ટીવી એપ પર ઉબલબ્ધ બનશે. વોડાફોન આઈડિયાના ગ્રાહકો હવે ઝી૫નું સમગ્ર કન્ટેન્ટ તેમના એકથી વધુ ડિવાઈસ પર કોઈ પણ જાતની અડચણ વગર જોઈ શકશે.