દેશમાં અવ્વલ ટેલિકોમ ઓપરેટર પૈકી એક આઈડિયા સેલ્યુલરે આજે છ મુખ્ય શહેર મહારાષ્ટ્ર અને ગોવા, ગુજરાત, કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ અને મધ્ય પ્રદેશમાં ગ્રાહકો માટે તેની વોલ્ટે (VoLTE- વોઈસ ઓવર એલટીઈ) સેવા રજૂ કરવાની જાહેરાત કરી છે. આ બજારોમાં આઈડિયાના ગ્રાહકો 2 મે, 2018થી આરંભ કરતાં રિવોલ્યુશનરી વોલ્ટે ટેકનોલોજી ઉપલબ્ધ કરી શકે છે.
આ કમર્શિયલ લોન્ચ વિશે બોલતાં આઈડિયા સેલ્યુલરના ચીફ માર્કેટિંગ ઓફિસર શશી શંકરે જણાવ્યું હતું કે આઈડિયા વોલ્ટેનું લોન્ચ એ ડિજિટલી કનેક્ટેડ ગ્રાહકો પ્રત્યે અમારી વચનબદ્ધતા છે અને આઈડિયાના મોબિલિટી પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. અમારું લક્ષ્ય આ રિવોલ્યુશનરી નવી ટેકનોલોજી થકી અમારા ગ્રાહકોને બહેતર અને ઉત્તમ કોલ ગુણવત્તાનો અનુભવ પૂરો પાડવાનું છે.
આઈડિયાએ બજારમાં આઈડિયા વોલ્ટે સક્ષમ ડિવાઈસીસની વ્યાપક શ્રેણીની ઉપલબ્ધતાની ખાતરી રાખવા માટે સેંકડો હેન્ડસેટ ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે, એમ શંકરે ઉમેર્યું હતું.
આઈડિયા વોલ્ટે 4જી/એલટીઈ નેટવર્કમાં હાઈ ડેફિનિશન વોઈસ સર્વિસીસ પ્રદાન કરે છે, જે વોઈસને સ્વાભાવિક વોઈસ કોલની તુલનામાં ધ્વનિ વધુ કુદરતી બનાવે છે, જે સાથે પૃષ્ઠભૂમિ અવાજ દૂર કરે છે. તે ઝડપી કોલ કનેક્શન અને બહેતર બેટરી ઉપયોગિતા પણ ઓફર કરે છે.
આઈડિયા વોલ્ટેના ઉપભોક્તાઓ વોઈસ કોલ પર રહીને પણ બેરોકટોક 4જી ઈન્ટરનેટનો અનુભવ લેવાનું ચાલુ રાખી શકે છે. આઈડિયા વોલ્ટે સિંગલ રેડિયો વોઈસ કોલ કન્ટિન્યુઈટી (એસઆરવીસીસી)નો ઉપયોગ કરીને 4જી નેટવર્કમાંથી બહાર હોય ત્યારે 3જી / 2જીમાં આપોઆપ રાઉટ કરાવે છે, જેને લીધે કોલ કનેક્ટિવિટી એકધારી ચાલુ રહે છે.
ઉપભોક્તાઓ આઈડિયાના વોલ્ટે સેવાનો ઉપયોગ કરીને બધા મોબાઈલ અને લેન્ડલાઈન નેટવર્કસ પર કોલ કરી શકે છે.
આઈડિયા વોલ્ટે આઈડિયા 4જી સિમ દ્વારા પાવર્ડ 4જી હેન્ડસેટ્સ પર પહોંચક્ષમ છે. અભિમુખ 4જી હેન્ડસેટ્સ સાથેના મોજૂદ આઈડિયાના ગ્રાહકો આપોઆપ આઈડિયા વોલ્ટે સેવામાં અપગ્રેડ કરી શકે છે.
આઈડિયા વોલ્ટે, ઓનર 5 સી, ઓનર 6એક્સ, ઓનર 7એક્સ, ઓનર વ્યુ 10, ઓનર 9 લાઈટ અને ઓનર 9i હેન્ડસેટ્સ પર ઉપલબ્ધ છે.
ટૂંક સમયમાં જ શાઓમી રેડમી 4, વિવો વી7 પ્લસ સેમસંગ જે7 પ્રો/ એ5 / એ7, વન પ્લસ 5/ 5ટી અને નોકિયા 3/ 5 ડિવાઈસીસ ઓવર ધ એર (ઓટીએ) રિલીઝ કરવાનું શરૂ કરશે, જેથી આઈડિયાના ઉપભોક્તાઓ વોલ્ટે સેવાઓ અનુભવી શકશે.
ગ્રાહકો નિમ્નલિખિત પર આઈડિયા વોલ્ટે સાથે અભિમુખ હેન્ડસેટ્સની યાદી તપાસી શકે છે: https://www.ideacellular.com/volte.
આઈડિયાના ગ્રાહકોને પ્રથમ વોલ્ટે કોલ કરવાના 48 કલાકમાં 10 જીબી ડેટા મળશે. વોલ્ટે પર કોલ્સ ગ્રાહકોના મોજૂદ વોલ્ટે ટેરિફ અનુસાર લાગુ કરાશે.
આઈડિયા વોલ્ટે સેવાઓ અનુભવવા માટે ગ્રાહકોએ નિમ્નલિખિત પગલાં લેવાનાં રહેશે:
- સ્લોટ 1માં આઈડિયા 4જી સિમ દાખલ કરો.
- હેન્ડસેટ સોફ્ટવેર અપડેટ કરો : એન્ડ્રોઈડ ડિવાઈસીસ: સેટિંગ્સ- > સિસ્ટમ અપડેટ -> ડાઉનલોડ અને ઈન્સ્ટોલ મેન્યુઅલી
- વોલ્ટે બટન પર સ્વિચ ઓન કરો.
- પ્રથમ વોલ્ટે કોલ કરો.