IDBI  દરખાસ્ત ઉપર ટૂંકમાં વિચારણા કરાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ: લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એલઆઈસી)ને નવેસરથી ઇક્વિટી ઇશ્યુ કરવાની આઈડીબીઆઈ બેંકની દરખાસ્ત ઉપર કેબિનેટ ટૂંકમાં વિચારણા કરશે. આ સંદર્ભમાં સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

મળેલી માહિતી મુજબ કેબિનેટની મળનારી બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવશે. બેંક શેર હોલ્ડર માટે પણ ઓપન ઓફર મોડેથી કરવામાં આવનાર છે. આઈડીબીઆઈ બેંકમાં ૫૧ ટાક હિસ્સેદારી હાસલ કરવાની એલઆઈસીની દરખાસ્ત ઉપર ટૂંકમાં જ વિચારણા કરવામાં આવનાર છે. બીજી બાજુ સરકાર સપ્ટેમ્બર પહેલા આ સોદાબાજીને પૂર્ણ કરવા તૈયાર છે.

ટેકઓવરને લઇને બોર્ડની મંજુરી મળી ગયા બાદ આરબીઆઈ તરફથી મંજુરી મેળવવામાં આવશે. સંસદની મંજુરીની કોઇ જરૂર દેખાઈ રહી નથી. દરખાસ્તમાં શેરહોલ્ડરોને એલઆઈસી દ્વારા ઓપન ઓફરનો પણ સમાવેશ થાય છે. કેબિનેટ દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્ત ઉપર ટુંકમાં જ વિચારણા કરાશે. આઈડીબીઆઈ બેંકે મંજુરીની માંગ કરી છે. કારણ કે સરકારની હિસ્સેદારી ઘટીને ૫૦ ટકાથી નીચે રહેશે

Share This Article