મુંબઇ : ખાનગી બેંક આઈસીઆઈસીઆઈ બેંકે કહ્યું છે કે, તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝક્યુટીવ ઓફિસર ચંદા કોચર સામે કરવામાં આવેલા આક્ષેપોની બિઝનેસ ઉપર પ્રતિકુળ અસર થઇ શકે છે. યુએસ માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સ કમિશન સમક્ષ ફાઇલિંગમાં આ પ્રકારની વાત કરવામાં આવી છે. ચંદાકોચર હાલમાં હિતોના સંઘર્ષના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. વિડિયોકોન ગ્રુપને લોન આપવાના મામલામાં તરફેણવાળુ વર્તન અપનાવવાનો તેમના ઉપર આક્ષેપ થયેલો છે. બેંક ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, તપાસના મામલામાં જાખમ વધી ગયા છે. બેંકને પણ આને લીધે અસર થઇ રહી છે. આવી સ્થિતિમાં કારોબારને પણ હજુ અસર થઇ શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા પણ મે ૨૦૧૮માં ચંદા કોચર અને બેંકને કારણદર્શક નોટિસ જારી કરી હતી. બેંક દ્વારા આ મામલામાં જવાબની તૈયારી કરવામાં આવી રહી છે. આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.