રેલ કોચ ડિઝાઇન ઇનોવેશન યોજનાની ભાગરૂપે રેલ મંત્રાલય અંતર્ગત ઉત્પાદન એકમ ઇટ્રેગ્રલ કોચ ફેક્ટ્રી (આઈસીએફ)ના એલએસીસીએન એટલે કે એલએચબી ૩ ટિયર એસી કોચમાં વર્ટિકલ સ્તંભો પર વધારાના કાચ લગાવી સળંગ બારીની વ્યવસ્થા કરી છે.
આ ડિઝાઇનના કારણે રેલવેની મુસાફરી વધુ યાદગાર બની રહેશે કારણ કે વાતાનુકૂલિત કોચ સૌંદર્યની દ્રષ્ટ્રિથી મનોહર લાગશે અને બહારથી પણ સુંદર દેખાવ આવશે. આ ઉપરાંત બહારના દ્રશ્યોને પણ માણી શકાશે. ચરણ બદ્ધ પદ્ધતિથિ પણ તમામ વાતાનુકુલિત યાનમાં સળંગ બારી જોગવાઇ કરવામાં આવશે.
અત્યારે આઈસીએફ દ્વારા નિર્મિત ઉપયોગમાં લેવામાં આવી રહેલા એલએચબી કોચોમાં ૧૧ એમએમ લંબાઇ X ૬૮૦ એમએમ ઉંચાઇ ધરાવતી સળંગ બારી લગાવવામાં આવી છે. પરંતુ કોચોની આંતરિક સજાવટને પહેલા જેવી જ રાખવામાં આવી છે.