સેમીફાઇનલ સુધી સફર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માનચેસ્ટર : માન્ચેસ્ટરના  ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ તરીકે રહે તેવી શક્યતા છે. મેચને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ભારત પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાને હાર આપ્યા બાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે આવતીકાલે ટકરાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વર્તમાન વર્લ્ડ કપમાં લીગ તબક્કામાં વરસાદ પડી જવાના કારણે આમને સામને આવી શકી ન હતી. ભારતની  સેમીફાઇનલ મેચ સુધીની સફર નીચે મુજબ છે.

ભારતની સેમિફાઇનલની સફર

  • ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે પાંચમી જુનના દિવસે છ વિકેટે જીત મેળવી
  • ભારતે તેની બીજી મેચમાં નવમી જુનના દિવસે ઓસ્ટ્રેલિયા સામે ૩૬ રને જીત મેળવી
  • ભારતની ત્રીજી મેચ ૧૩મી જુનના દિવસે ન્યુઝીલેન્ડ સામે પડતી મુકાઇ
  • ભારતે તેની ચોથી મેચમાં પાકિસ્તાન પર ૮૯ રને જીત મેળવી હતી
  • ભારતે તેની પાંચમી મેચમાં ૨૨મી જુનના દિવસે અફઘાન પર ૧૧ રને જીત મેળવી હતી
  • ભારતે તેની છઠ્ઠી મેચમાં ૨૭મી જુનના દિવસે વેસ્ટ ઇન્ડિઝ પર ૧૨૫ રને જીત મેળવી
  • ભારતે તેની સાતમી મેચમાં ૩૦મીજુનના દિવસે ઇંગ્લેન્ડ સામે ૩૧ રને હાર ખાધી
  • ભારતે તેની આઠમી મેચમાં બીજી જુલાઇના દિવસે બાંગ્લાદેશની સામે ૨૮ રને જીત મેળવી
  • ભારતે તેની નવમી મેચમાં છટ્ઠી જુલાઇના દિવસે શ્રીલંકા પર સાત વિકેટ જીત મેળવી હતી

 

 

Share This Article