આઇસીસી વર્લ્ડ કપનો તાજ ઇંગ્લેન્ડે જીતી લઇને આખરે નવો ઇતિહાસ રચવામાં સફળતા મેળવી લીધી છે. વર્લ્ડ કપની શરૂઆત થયા બાદ પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમ વિશ્વ વિજેતા બની ગઇ છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. આ મેચ રોમાંચની ચમરસીમા પર પહોંચી ગયા બાદ ટાઇમાં પરિણમી હતી. ત્યારબાદ મેચના મામલે નિર્ણય કરવા માટે સુપર ઓવરની મદદ લેવામાં આવી હતી. જેમાં પણ મેચ ટાઇ રહી હતી.
અંતે વિશ્વ વિજેતા કોણ છે તે અંગે નિર્ણય મેચમાં વધારે ચોગ્ગાના આધાર પર કરવામાં આવ્યો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમ વિજેતા રહી હતી. આઇસીસીના નિયમને લઇને હોબાળો મચેલો છે. બાઇન્ડ્રીથી ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ બન્યા બાદ હોબાળો થવા માટેના કારણ છે. કારણ કે આ તર્ક તો ક્રિકેટની હદથી પણ દુર છે. તેમાં તર્ક પણ યોગ્ય દેખાતા નથી. કેટલાક દિગ્ગજ ખેલાડી આને હાસ્યાસ્પદ તરીકે ગણાવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓએ આ નિયમોને બદલી નાંખવા માટેની તરફેણ કરી છે. જોવામાં આવે તો આ તર્ક કરવા પણ દુર છે કે મેચમાં ટાઇ પડી હતી. ત્યારબાદ સુપર ઓવર ટાઇ પડી હતી. સુપર ઓવરમાં મેચ ટાઇ પડ્યા બાદ કોઇને બાઉન્ડ્રીના આધાર પર વિજેતા જાહેર કરવામાં આવે તે બાબત કેટલી યોગ્ય છે. બંને ટીમો દ્વારા પણ સમાન રન કરવામાં આવ્યા છે ત્યારે આ પ્રકારથી વિજેતા જાહેર કરવાની બાબત કેટલી યોગ્ય છે. અલબત્ત આ મામલામાં ફિલ્ડ અમ્પાયર શ્રીલંકાના ધર્મસેના અને મારો ઇરાસમુસે મેચ ટાઇ થયા બાદ સુપર ઓવર શરૂ થાય તે પહેલા નિયમો અંગે માહિતી આપી દીધી હતી.
અમ્પાયરોનુ કહેવુ છે કે જો સુપર ઓવર પણ ટાઇ રહે તો મેચનુ પરિણામ બાઉન્ડ્રીના આધાર પર કરવામાં આવનાર છે. જે ટીમે બાઉન્ડ્રી વધારે મારી હશે તે ટીમ વિજેતા રહેશે તે અંગે કહેવામાં આવ્યુ હતુ. એ વખત સુધી તો કોઇ ભ્રમની સ્થિતી નથી. જો કે ભ્રમ તો ક્યાં અલગ છે. એક ફોર્મેટ જે ૪૮ વર્ષ જુનીછે. ૧૨ વિશ્વ કપ થઇ ચુક્યા છે. કુલ ૪૦ મેચો ટાઇ રહી છે. મેચ પરિણામ આવી શકે તે માટે સમય સમય પર નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાછે. પરંતુ હજુ પણ ભ્રમ છે. ચોંકાવનારા આંકડા એ છે કે હજુ સુધી રમાયેલી ૪૦ ટાઇ મેચમાં માત્ર ચાર મેચોના પરિણામ આવ્યા છે. આઉસીસી એટલે કે ૧૦ મેચોમાં જ વિજેતા જાહેર કરવામાં સફળ છે. જે ખરેખર હાસ્યાસ્પદ છે. જો ચાર પૈકી ત્રણ ટાઇ મેચોના પરિણામની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપમાં વર્ષ ૧૯૯૯માં સેમીફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે રમાઇ હતી. આ મેચ ટાઇ રહ્યા બાદ નિર્ણય હેડ ટુ હેડથી લેવામાં આવ્યો હતો.
હેરાનીની વાત એ છે કે ત્યારબાદ માર્ચ ૧૯૮૭માં હૈદરાબાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અને ઓએક્ટોબર ૧૯૮૮માં લાહોરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ ટાઇ રહ્યા બાદ આ અંગે નિર્ણય સૌથી ઓચી વિકેટ ગુમાવનાર ટીમના આધાર પર કરવામાં આવ્યો હતો. આ જાઇને હેરાની થાય છે કે આઇસીસીની તમામ હાઇ પ્રોફાઇલ ટેકનિકલ સમિતિ, ક્રિકેટ પર કામ કરનાર નિષ્ણાત સમિતિઓ અને ક્રિકેટ પર કામ કરનાર ગ્રુપ સમય સમય પર નિયમોમાં ફેરફાર કરે છે. તેમ છતાં આ વર્ષોમાં ૫૦ વર્ષની મેચમાં એક સરળ નિયમ તૈયાર કરી શકાયા નથી. વર્લ્ડ ચેમ્પિયનની ટીમ ઘોષિત થઇ ચુકી છે. પરંતુ ૧૦૨ ઓવર સુધી રમાયેલી મેચમાં પરિણામથી તમામ લોકો ખુશ નથી. અહીં સુધી કે કેટલાક અમ્પાયરોએ પણ બાઉન્ડ્રીના આધાર પર વિજેતા જાહેર કરવાના નિર્ણયને ફગાવી દીધો છે. લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ૧૪મી જુલાઇના દિવસે રમાઇ હતી.. જેમાં ક્રિકેટની તમામ સર્વોપરિતા જોવા મળી હતી. રોમાંચની ચરમસીમા પણ જોવા મળી હતી.
ક્રિકેટની રચના કરનાર યજમાન ઇંગ્લેન્ડ અને સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનાર ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આ ફાઇનલ મેચ રમાઇ હતી. મેચ ટાઇ રહી હતી. ત્યારબાદ મેચ અંગે નિર્ણય લેવા અને વિશ્વ વિજેતા કોણ છે તે નક્કી કરવા માટે સુપર ઓવરની મદદ લેવામાં આવી હતી. સુપર ઓવર પણ ટાઇ રહી હતી. બંને ટીમોના સુપર ઓવરમાં ૧૫ -૧૫ રન રહ્યા હતા. ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે પહેલા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૪૧ રન બનાવી લીધા હતા. તેમની તરફથી હેનરી નિકોલસે ૭૭ બોલમાં ૫૫ રન કર્યા હતા. વિલિયમસને ૩૦ રન કર્યા હતા.
બંનેએ બીજી વિકેટની ભાગીદારીમાં ૭૪ રન ઉમેરી લીધા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે ૨૪૨ રનની જરૂર હતી. પરંતુ તેના પણ ચાર વિકેટ ૮૬ રનમાં પડી ગયા હતા. બેન સ્ટોક્સ ૯૮ બોલમાં ૮૪ રન બનાવીને અણનમ રહ્યો હતો. જોસ બટલરે ૬૦ બોલમાં ૫૯ રન કર્યા હતા. આ બંનેએ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૧૦ રન કરી લીધા હતા. જા કે અંતે ઇંગ્લેન્ડની ટીમ પણ ૨૪૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડને મેચમાં છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૫ રનની જરૂર હતી. પરંતુ મેચ ટાઇ રહી હતી. સુપર ઓવરમાં પણ આવી જ સ્થિતી રહી હતી.સુપર ઓવરમાં પણ બંને ટીમોના સરખા ૧૫-૧૫ રન રહ્યા હતા. જેથી વધારે બાઉન્ડ્રી મેચમાં લગાવનાર ઇંગ્લેન્ડની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.