ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા સુનિશ્ચિત કર્યું છે કે પ્લેયર એન્ડ મેચ ઓફિસિયલ્સ એરિયા એટલે કે પીએમઓએ કાયદા અંતર્ગત ખેલાડીઓને ફિલ્ડમાં અને પીએમઓએ દ્વારા નિર્દેશિત વિસ્તારમાં સ્માર્ટ વોચીસ પહેરીને મેદાનમાં જવાની પરવાનગી નથી.
પીએમઓએ અંતર્ગત કોમ્યુનિકેશન્સ ડિવાઇસ પર પ્રતિબંધિત છે અને કોઇપણ ખેલાડીને ન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવા ઉપકરણનો ઉપયોગ કરવાની પરવાનગી નથી.
સ્માર્ટ વોચ કોઇ પણ પ્રકારે ફોન અથવા વાઇ-ફાઇ સાથે કનેક્ટ કરી શકાય છે અને કેમ્યનિકેટ કરી શકાય છે, જેની પર પ્રતિબંધ છે. આ કારણસર મેચના દિવસો દરમિયાન ખેલાડીઓએ આ પ્રકારના મોબાઇલ સહિતના ઉપકરણો મેદાનમાં જતા પહેલા જમા કરાવવાના રહેશે.