‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ની મદદથી નાસાને બ્રહ્માંડનો સૌથી દૂરનો તારો મળી આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી અત્યાર સુધીનો સૌથી દૂરનો તારો શોધ્યો છે. આ તારો પૃથ્વીથી એટલો દૂર છે કે તેના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં ૯ અબજ વર્ષ લાગે છે.

બ્રહ્માંડના બ્લ્યુ રંગના આ તારાનું નામ ‘ઇકારસ’ પાડવામાં આવ્યું છે જે ગ્રીક માયથોલોજી પર આધારિત છે. આ તારાનું  ચોકકસ અંતર નકકી કરવા ટેલિસ્કોપમાં પીન પોઇન્ટ ઉપરાંત ડાર્કમેટર થિએરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમ તો બહ્નાંડના વિસ્તારનો સચોટ અંદાજ અઘરો હોવા છતાં ઇકારસને બ્રહ્માંડની મધ્યમાં હોય તેવું માનવામાં આવ્યું છે.

ઇકારસ એટલો દૂર છે કે તે વિશ્વના સૌથી શકિતશાળી દૂરબીનમાં પણ ઝાંખો દેખાતો હતો. સૌથી દૂરના ‘ઇકારસ’ તારાને શોધવા માટેના મિશનકાર્યનો આરંભ વર્ષ ૨૦૧૬થી થયો હતો. યૂનિર્વસિટી ઓફ કેલિફોર્નિયાના પેટ્રિક કેલીએ આ મિશનનું નેતૃત્વ કર્યું હતું. કેલીના જણાવ્યા મુજબ પોતાની રીતનો આ વિશાળ તારો એકલો અટૂલો જોયો હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ઇકારસની નજીક ગ્લેકસી જોવા મળી હતી પરંતુ તેનાથી તે ૧૦૦ ગણો દૂર છે. આ તારાની અન્ય વિશેષતા અંગે બીજો પણ અભ્યાસ કરવામાં આવી રહયો છે.

Share This Article