ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મોમાં કરશે ડેબ્યૂ! કેમેરાની સામે આવવાનો લીધો ર્નિણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. સારા અલી ખાનના ભાઈ ઇબ્રાહિમ કેમેરાની પાછળ તો એક્ટિવ છે પણ હેવે તેણે કેમેરાની સામે આવવાનો ર્નિણય લીધો છે. ઈબ્રાહિમ અલી ખાન એક્ટર રુપે ડેબ્યૂ કરવામ માટે પહેલીવાર તૈયાર છે. જાેકે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા ઘણી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મને બોમન ઈરાનીના દીકરા કાયોઝ ઈરાની ડિરેક્ટ કરશે. ત્યારે ફિલ્મને કરણ જાેહર પ્રોડ્યુસ કરશે.

ફિલ્મ ડિફેન્સ ફોર્સની આસપાસ હશે અને ૨૦૨૩માં ફ્લોર્સ પર જશે. જણાવી દઈએ કે આ વિશે હજુ સુધી કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ મોટા  બજેટની હશે અને ઈબ્રાહિમ અલી ખાનના રોલને આ પ્રકારે ખાસ બનાવવામાં આવશે.

Share This Article