ભારતીય વાયુ સેનાએ કટરાના જંગલમાં લાગેલી આગને બુઝાવવાના કાર્યમાં બામ્બી બકેટની સાથે એમએલએચ શ્રેણીના હિલિકોપ્ટરને કામ પર લગાવ્યા છે. બે હેલિકોપ્ટરની સાથે આ અભિયાન ગુરૂવારની સવારે શરૂ કરવામાં આવ્યુ, જેમાં પશ્ચિમી વાયુ કમાનના ડેયરિંગ ડ્રેગન અ સ્નો લેપર્ડ યૂનિટના એક-એક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.
હેલિકોપ્ટરે સ્થાનિક જળાશયોમાંથી વિશિષ્ટ રીતે નિર્મિત બામ્બી બકેટમાં પાણી ભર્યું. આ બકેટમાં એક વખતમાં લગભગ ૨૫૦૦ લીટર પાણી ભરી શકાય છે. આટલી વિશાળ માત્રામાં પાણી ભરેલી બકેટને પ્રભાવિત વિસ્તારમાં લઇ જવુ ખૂબ જ પડકારભર્યું કામ હોય છે.આ પ્રકારના અભિયાનોમાં પાયલોટ ખૂબ જ કુશળ હોવા જોઇએ, જે ભારે વજનની સાથે ઉડાન ભરી શકે.
કેપ્ટન વિંગ કમાંડર રાહુલે કહ્યું કે આવી સ્થિતિ સામે કાબુ મેળવવા માટે અમે તાલીમબદ્ધ હોઇએ છીએ. આ અભિયાન આગ પર કાબૂ મેળવવા સુધી ચાલુ રહેશે.
અભિયાનનની જટિલતા જોતા સોમવારે તેને રોકી દેવામાં આવ્યું હતું.