પશ્ચિમી વાયુ સેનાના કપ્તાનના મુખ્યાલયમાં લગભગ મધ્ય રાત્રિએ દિલ્હીના માલવીય નગરમાં લાગેલી આગને નિયંત્રિત કરવા માટે કોલ વિનંતી મળી હતી. એમએલએચ શ્રેણીનું હેલિકોપ્ટર સરસાવાદિદથી ઉડાણ ભરી અને રેકી કરી પાલમમાં ઉતર્યું. ત્યારબાદ, હેલિકોપ્ટર આગ પર કાબૂ મેળવવા પર બમ્બી બકેટ સજ્જ કરવામાં આવી.
હેલિકોપ્ટરે યમુના જળાશયથી પાણી ભરી અને આગ લાગી હતી ત્યાં પાણી છાંટ્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે આ કાર્યવાહી ત્રણ વાર કરવામાં આવી. આ પહેલીવાર હતુ કે જ્યારે શહેરી વિસ્તારમાં બમ્બી ઓપરેશન કરવામાં આવ્યું. શહેરી સ્થિતિમાં પાણી ચોક્કસ રીતે છાંટવુ પડે છે, કારણ કે આસ-પડોસમાં મોટી ઇમારતો હતી અને ઘણા નુક્શાનની સંભાવનાઓ હોય છે. કાર્યવાહી સવારે શરૂ થઇ જ્યારે માઇટી આરમર્સના વિંગ કમાંડર પ્રદીપ ભોલાએ ઉડાણ ભરી અને આગ બુઝાવવામાં સફળતા મેળવી.
આ ઘટનામાં કૂલ લગભગ આઠ હજાર લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો.