મેરઠ : ઉત્તરપ્રદેશના મેરઠના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના આજે શ્રીગણેશ કર્યા હતા. યોગી આદિત્યનાથે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં યુપીમાં ભાજપની સરકાર બન્યા બાદ પ્રદેશમાં વિજળી વ્યવસ્થા ઝડપથી સુધરી રહી છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે કતલખાના બંધ કરવામાં આવી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં અપરાધીઓની અંતિમયાત્રા નિકળી ગઈ છે. અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા યોગીએ ક્હયું હતું કે, પહેલા લોકોને કાવડ યાત્રા કરવાની મંજુરી મળતી ન હતી.
માતા-બહેનોની સુરક્ષા ઉપર ધ્યાન આપનાર કોઇ ન હતું. યોગીએ કહ્યું હતું કે, પુલવામાની ઘટના બાદ ભારતે એર સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓના કેમ્પને ફુંકી માર્યા છે. સમગ્ર દુનિયામાં ભારતના પરાક્રમની નોંધ લેવામાં આવી રહી છે. દેશનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. કારણ કે, મોદી છે તો મુમકીન છે તે બાબત લોકો સમજી રહ્યા છે. મોદીના નેતૃત્વમાં ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં પણ મહાશક્તિ તરીકે ઉભરીને બહાર આવ્યું છે. મેરઠ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ રેલીમાં યોગી સરકારની કામગીરીની મોદીએ ભરપુર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, યોગી શાસનમાં અપરાધીઓ ભયથી કાંપી રહ્યા છે. અપરાધીઓને કોઇપણ જગ્યા મળી રહી નથી. અપરાધીઓ જેલમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. મોદી ઉપરાંત યોગી આદિત્યનાથ પણ મોટાભાગે પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા ઉપર વધારે સક્રિય દેખાયા હતા. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓની પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વિકાસની ગતિ અતિ ઝડપથી આગળ વધી રહી છે જેનો અનુભવ લોકો કરી રહ્યા છે. દેશમાં સૌથી ઝડપથી તેની વિકાસ યાત્રા ચાલી છે.