ઓ સાકી સાકી સાથે મેં મારી સીમાઓને આગળ વધારી છે : તુલસી કુમાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૨૦૧૮નું હિટ સોંગ દિલબરનો રેકોર્ડ તોડ્યાં સાથે, નિર્માતાઓ બીજા ચાર્ટબસ્ટર ઓ સાકી સાકી માટે તૈયાર છે. આ નામની સાથે ૨૦૦૪નું આઇકોનિક સોંગ રિક્રિએટેડ ટ્રેક રિલીઝ થઇ જશે. પાછલાં અઠવાડિયે ટ્રેલર લોન્ચ કર્યાં પછી, જેણે ફિલ્મના વિષય પર મીડિયા અને દર્શકો વચ્ચે ખૂબ જ ઉત્સુકતા વધારી દીધી, નિર્માતાઓએ તેમનું પ્રથમ સોંગ ઓનલાઇન લોન્ચ કર્યું.

ઓ સાકી સાકીએ ગ્લેમરસ નોરા ફતેહીની વિશેષતાને તનિષ્ક બાગચી દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવી અને તુલસી કુમાર અને નેહા કક્કર દ્વારા ગાવામાં આવ્યું છે. બે દિવસ પહેલાં રિલીઝ થયેલું ટીઝર આદિલ શેખ દ્વારા કોરિયોગ્રાફ અને ડાયરેક્ટ કરવામાં આવ્યું છે અને તે આ વર્ષનું મોસ્ટ વેઇટેડ ટ્રેકમાંનું એક બની ગયું છે.

તુલસી કુમારે જણાવ્યું કે, “ઓ સાકી સાકી આ સિઝનનું એક ડાન્સ એન્થમ બની જશે. ભૂતકાળમાં પણ બધાને આ ગીત ગમ્યું હતું અને હવે આ ગીત એક નવા વર્ઝન સાથે પાછું આવ્યું છે. મારા માટે આ વર્ષ મારા અવાજને રિઇન્વેન્ટ કરવાનું અને મારી વોકલ ક્વોલિટીની બીજી બાજુ દર્શાવવાનું રહ્યું છે. આ ગીતની સાથે, મેં પોતાની સીમાઓને આગળ વધારી છે અને કંઇક અલગ કરવાનું વિચાર્યું છે. તનિષ્કે આ ગીતમાં કમાલ કરી છે. નેહા સાથે મારું આ પહેલું પરફોર્મન્સ હતું. તો ઓડિયન્સને નોરા તેના સિઝલિંગ પરફોર્મન્સ માટે યાદ રહી જશે”

ઓરિજનલ ટ્રેક વિશાલ શેખરે કમ્પોઝ કર્યું અને સુનિધિ ચૌહાણ અને સુખવિંદર સિંઘે ગાયું હતું જેમાં સંજય દત્ત અને કોઇના મિત્રને સફળતા મળી હતી.
બાટલા હાઉસ નિખિલ અડવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ટી સીરીઝ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કિશન કુમાર, એમ્મે એન્ટરટેઇનમેન્ટ મોનિશા અડવાણી, મધુ ભોજવાણી અને જેએ એન્ટરટેઇનમેન્ટએ બેક માય કેક ફિલ્મ્સના સંંદિપ લેઝેલ સાથે મળીને બનાવેલ ફિલ્મ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રિલીઝ થશે.

Share This Article