દિપિકાએ ગેહરિયામાં કર્યું તે મે ૧૫ વર્ષ પહેલા કર્યું હતું ઃ મલ્લિકા શેરાવત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્ષ ૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત ઓડિયન્સમાં પણ હડકંપ મચાવી દીધો હતો. ફિલ્મ ‘મર્ડર’ તેની સારી સ્ટોરીલાઈન અને ઈમરાન હાશમીની અદાકારી કરતા મલ્લિકા શેરાવતને બોલ્ડ સીનના કારણે વધુ ચર્ચામાં હતી. આ સફળ ફિલ્મના સોન્ગ્સ ખૂબ જ પોપ્યુલર થયા હતા અને ચારોતરફ, મલ્લિકા શેરાવતની ચર્ચા હતી. ‘મર્ડર’ ની સફળતા બાદ, ગણતરીની ફિલ્મોમાં અભિનય કર્યા બાદ, મલ્લિકા અચાનક ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી પરંતુ તે ફરી એકવાર કમબેક માટે તૈયાર છે. આગામી ફિલ્મના પ્રમોશન સમયે મલ્લિકાએ તેની પહેલી ફિલ્મ અને વુમન સેન્ટ્રિક ફિલ્મો વિશે રસપ્રદ વાત કરી હતી.

છેલ્લા બે દશકમાં ફિમેલ એક્ટર્સને મળી રહેલા રોલ વિશે મલ્લિકાએ કહ્યું હતું કે, એક સમય હતો જયારે મહિલાઓને સતી-સાવિત્રી બતાવવામાં આવતી હતી અને તે એક સમયે સિરિયસ અને ઈનોસન્ટ કેરેકટર્સ ઓફર થતા હતા તો બીજી તરફ લેડી વિલનનું કેરેક્ટર સ્ક્રિપ્ટમાં લખવામાં આવ્યું હતું. બસ, આ જ બે પરિભાષા હતી. પણ હવે, મહિલાઓના વિચાર, ફિલોસોફી અને આઝાદીને સિનેમા પડદે રજુ કરવામાં આવે છે અને આ ચેન્જ ખૂબ જ સારો છે.

સિનેમા સમાજનું દર્પણ હોય છે અને મહિલા પણ સમાજમાં મહત્વ ધરાવે છે અને તેમની પોતાની પણ ચોઈસ હોઈ શકે છે અને તેમની લાઈફ વિશે વાત થઈ રહી છે તે ખરેખર સારું છે. આ સાથે જ મલ્લિકાએ ઉમેર્યું હતું કે, એક્ટ્રેસીસ પણ હવે તેમની બોલ્ડનેસ બતાવવામાં શરમાતી નથી. જયારે, મેં ‘મર્ડર’માં બોલ્ડ સીન આપ્યા હતા ત્યારે બહુ હો-હા મચી ગયો હતો કેમકે. બિકિની-કિસિંગ સીન આ બધું જોઈને લોકોએ અનેક સવાલ ઉઠાવ્યા હતા. પણ તમે જુઓ જે મેં ૧૫ વર્ષ પહેલા ‘મર્ડર’માં કર્યું હતું, તે જ બધું દીપિકાએ ‘ગેહરિયાં’ માં કર્યું છે. ૧૫ વર્ષ પહેલા લોકો સંકુચિત માનસિકતા ધરાવતા હતા પણ હવે, લોકો આ બધું જ સ્વીકારી રહ્યા છે. લોકોએ મારી અદાકારી તરફ કોઈ દિવસ ધ્યાન આપ્યું જ નથી. ફક્ત મારા હોટ સીન, બોડી કર્વ્સ અને ગ્લેમર પર જ વાત કરી છે. મલ્લિકા ઘણા સમય બાદ, ફિલ્મી પડદે ડેબ્યૂ કરવા જય રહી છે. તેની આવનારી ‘ઇદ્ભ/ઇદ્ભટ્ઠઅ’ આગામી ૨૨ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. જેની સીધી ટક્કર બિગ બજેટ ફિલ્મ ‘શમશેરા’ સાથે થવાની છે. 

Share This Article