દેશની બીજા નંબરની સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર IPO લઈને આવશે. કંપનીના આઈપીઓનું કદ 46,000 કરોડ રૂપિયાથી વધારે હોઈ શકે છે. મીડિયાના અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈ મોટર્સની ભારતીય શાખા Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની શરૂઆત ૬ મે ૧૯૯૬ ના રોજ થઈ હતી. તેનો અર્થ એ છે કે, હ્યુન્ડાઈ મોટર ૨૮ વર્ષ બાદ શેરબજારમાં લિસ્ટ થશે. ગયા વર્ષે, HYUNDAI એ મારુતિ સુઝુકી ઈન્ડિયા બાદ ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર વાહન કંપની હતી. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડાઇ ઈન્ડિયા IPO માટે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBS ના પ્રતિનિધિઓએ ગયા અઠવાડિયે સિઓલમાં હ્યુન્ડાઇ સમક્ષ તેમની કુશળતા રજૂ કરી હતી. બેન્કર્સ કંપનીનું મૂલ્ય ઇં૨૨-૨૮ બિલિયન આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ ૧.૮૨-૨.૩૨ લાખ કરોડ રૂપિયા છે. મીડિયા અહેવાલ અનુસાર, હ્યુન્ડાઇ ૨૭,૩૯૦ કરોડથી ૪૬,૪૮૦ કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે ૧૫-૨૦ ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. આ પહેલા LICનો IPO ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જાે હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે. જાે વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન ૩,૩૨,૯૦૯.૮૮ કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન ૩,૧૨,૪૯૭.૧૬ કરોડ રૂપિયા છે. જાે હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન ૨.૩૨ લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન ૨.૧૨ લાખ કરોડ રૂપિયાથી વધારે છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more