Hyundai Motor એ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરીને ૩.૫ બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારી
નવીદિલ્હી
: દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ લોન્ચ કરવાની દિશામાં તેના પગલાં ઝડપી બનાવ્યા છે. કંપનીએ IPO લોન્ચ કરવા માટે સૂચનો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને હાયર કરી છે. જેપી મોર્ગન, સિટી અને એચએસબીસીને આઈપીઓ માટે સલાહકાર રહશે. Hyundai Motor IPO ૩.૫ બિલિયન ડોલરનો મેગા IPO લાવવાની તૈયારી કરી રહી છે જે ભારતીય શેરબજારમાં સૌથી મોટો IPO રહશે. એક મીડિયા રિપોર્ટ મુજબ હ્યુન્ડાઈ મોટર્સે પ્રસ્તાવિત IPO માટે સલાહકાર તરીકે JP મોર્ગન, CITY અને HSBC ને હાયર કર્યા છે. આગામી દિવસોમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની ભરતી કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે IPO લોન્ચ કરવા માટે મંજૂરી મેળવવા માટે જૂન ૨૦૨૪માં શેરબજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવામાં આવી શકે છે. જાે કંપનીને લિસ્ટ કરવાની યોજના સફળ થાય છે તો તે ભારતીય ઈક્વિટી માર્કેટના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ હશે.


Hyundai Motor આ વર્ષે દિવાળીની આસપાસ કંપનીને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરી શકે છે. Hyundai India નો પ્રસ્તાવિત IPO ૩.૩ બિલિયન ડોલર એટલે કે રૂપિયા ૨૭,૩૯૦ કરોડનો હોઈ શકે છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનું વેલ્યુએશન ૨૨ બિલિયનથી ૨૮ બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. કંપની IPOમાં ૧૫ થી ૨૦ ટકા હિસ્સો વેચી શકે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા ૨૦૨૩ માં પેસેન્જર વાહનોના વેચાણના સંદર્ભમાં મારુતિ સુઝુકી પછી બીજા ક્રમે છે. કંપનીનો માર્કેટ શેર લગભગ ૧૫ ટકા છે. સૂચિત IPO સંબંધિત મૂલ્યાંકન મુજબ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા સ્થાનિક શેરબજારમાં અન્ય લિસ્ટેડ ઓટોમોબાઇલ કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સને પાછળ છોડી દેશે. અગાઉ મે ૨૦૨૨ માં LIC એ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટોIPO લોન્ચ કર્યો હતો, જ્યારે કંપનીએ IPO દ્વારા ૨૧૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તે પહેલા,PAYTM નો IPO સૌથી મોટો હતો જે નવેમ્બર ૨૦૨૧ માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને કંપનીએ ૧૮,૩૦૦ કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો.

Share This Article