વાહન નિર્માણ કરતી કંપની હ્યુંડાઇએ હાલમાં જ પોતાની બહુપ્રતિક્ષિત મોડલ ક્રેટા એસયુવીનું ફેસ લિફ્ટ મોડલ લોંચ કર્યું છે. આ મોડલના ભારત એક્સ શોરૂમમાં પેટ્રોલ વેરિયંટની પ્રારંભિક કિંમત ૯.૪૩ લાખ રૂપિયા રાખવામાં આવી છે અને ડીઝલ વેરિયંટની કિંમત ૯.૯૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ મોડલની ડિઝાઇન લુક અને ફિચર્સની વાત કરીએ તો તેમાં ઘણાં ખાસ અને નવા ફિચર્સને આપવામાં આવ્યાં છે. આ મોડલના ફ્રંટમાં મોટુ ગ્રિલ આપવામાં આવી છે, તો તેના બંપરને ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેથી તેને પહોંળું બનાવી શકાય.
ફોગ લેમ્પ્સની વાત કરીએ તો તે હોરિઝોન્ટલ આપવામાં આવ્યા છે, જ્યારે જુના મોડલમાં તે વર્ટિકલમાં આપવામાં આવ્યા હતા. જુના મોડલની સરખામણિમાં આ નવા મોડલનું ફ્રંટ લુક વધુ બોલ્ડ છે અને તેમાં ક્રોમ ટ્રીટમેંટ પણ છે. રિયર બંપરને અપડેટ કરવામાં આવ્યા છે. વીલ ડિઝાઇનને પણ અપડેટ કરવામાં આવ્યા છે.
ફિચર્સ વિશે વાત કરીએ તો ૨૦૧૮ હ્યુંડાઇ ક્રેટા ફેસલિફ્ટ એસયૂવીમાં ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, ઇલેક્ટ્રિક સનરૂફ, ૬ પ્રકારેથી ઇલેક્ટ્રીકલી એડજસ્ટ થનારી ડ્રાઇવર સીટ અને વિયરેબલ સ્માર્ટ કી છે. ગાડીમાં ૧.૪ લીટર પેટ્રોલ, ૧.૬ લીટર પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ જાળવી રાખવામાં આવ્યા છે.