પત્નીને બાઈક પર ફરવા લઈ જઈ પતિએ તેની હત્યા કરીને શરીરના ટૂંકડા કરી નાંખ્યા, કારણ જાણીને આંચકો લાગશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે ત્યારે સિલિગુડીમાં વધુ એક ઘટના બની છે જેમાં પતિએ તેની પત્નીની હત્યા કર્યા બાદ તેના શરીરના બે ટૂંકડા કરી નાખ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડ્યિાના રિપોર્ટ્‌સ પ્રમાણે જો તમને જણાવીએ તો,  યુવકે તેની ૩૦ વર્ષની નજીક પહોંચેલી પત્નીની હત્યા કર્યા બાદ તેના શરીરના બે ટૂંકડા કરી નાખ્યા હતા. પોતે ગુનાથી બચવા માટે પત્નીની હત્યા કર્યા બાદ તેની લાશના બે ટૂંકડાને ક્રિસ્મસની સાંજે કેનાલમાં નાખી દીધા હતા. આ હત્યા પાછળનું કારણ પતિને તેની પત્નીના બીજે લફરું ચાલતું હોવાની શંકા હતી. એમડી અનસરુલ નામના શખ્સને સિલિગુડી કોર્ટમાં મંગળવારે રજૂ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ પોલીસે મૃતકની લાશના ટૂંકડા શોધવા માટે તપાસ તેજ કરી છે. આ રિપોર્ટમાં પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રેણુકા ખતુન નામની મૃતક મહિલાએ યુવક સાથે ૬ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પતિ સાથે સિલિગુડી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી દાદા ભાઈ કૉલોનીના વોર્ડ નંબર ૪૩માં રહેતી હતી. રેણુકાના પરિવારે ક્રિસ્મસના દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી છે, એક દિવસથી પોતાની દીકરી સાથે ફોન પર વાત ના થઈ હોવાથી અને તેની સાથે મુલાકાત ના થઈ શકી હોવાથી તેમણે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ દિશામાં તપાસ કરી તો મોટો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે શરુઆતમાં મૃતકના પતિની પૂછપરછ કરી તો તે ગોળગોળ ફેરવી રહ્યો હતો. જોકે આકરી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસની સામે પોપટની જેમ વિગતો આપવા લાગ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે, અનસરુલ તેની પત્નીને ઘરેથી ૧૦ કિલોમીટર દૂર બાઈક પર લઈને ગયો હતો, અહીં પહોંચ્યા બાદ તેણે તેની હત્યા કરી નાખી હતી અને પછી તેના શરીરના બે ટૂંકડા કરી નાખ્યા હતા. તેણે ધડ અને માથું અલગ કરીને બન્ને કેનાલમાં નાખી દીધા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે, મૃતક મહિલાની લાશ શોધવા માટે અન્ય ટીમોની પણ મદદ લીધી છે. રેકુલા હાલ બ્યુટિશિયનનો કોર્ષ કરતી હતી. અને તે સતત અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી હોવાથી પતિએ તેના પર શંકા રાખીને તેની હત્યા કરી નાખી હતી.

Share This Article