ઉતરપ્રદેશમાં પતિએ પત્નીનો ટકો કરી નાખ્યો, પરિવાર તમાશો જોતો રહ્યો, ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભોજનમાં વાળ આવતા એક પતિ હૈવાન બની ગયો હતો. તેણે પત્ની સાથે બર્બરતા આચરી અને તેમાં તેના પરિવારે પણ સાથ આપ્યો હતો. બાદમાં મહિલાએ પરિવારના ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના ગઝરૌલા વિસ્તારની છે. અહીં એક ગામમાં રહેતી ૩૦ વર્ષિય મહિલાનું કહેવું છે કે, તેનો ખાવાનું ખાઈ રહ્યો હતો, જેમાં અચાનક વાળ નિકળી આવ્યો. આટલી વાતમાં તે ગુસ્સે થઈ ગયો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ખાવામાં વાળ આવતા પતિ ગાળો આપવા લાગ્યો. એટલું જ નહીં મારા હાથ-પગ બાંધી મોંમા કપડાનો ડુચો ભરાવીને બાદમાં સેક્સ સંબંધ બાંધતો. વિરોધ કર્યો તો મારા માથાના વાળ કાપી મુંડન કરાવી કરી નાખ્યું.

મહિલાએ આગળ કહ્યું કે, પતિ હૈવાનિયત આચરી રહ્યો હતો, ત્યારે દિયર અને સાસુ તેને ઉકસાવી રહ્યા હતા, બધા ઊભા ઊભા તમાશો જોતા રહેતા. આ ઘટના વિશે પરિવારને ફોન કરીને જાણ કરી. પરિવારના લોકો સાસરિયામાં આવે તો બાદમાં પણ પત્ની સાથે તેનો પતિ મારપીટ કરતો. મહિલાએ એવું પણ કહ્યું કે, પતિ દહેજની માગ કરતો હતો. ન આપવા પર છોકરો મુકીને ભાગી જવાની ધમકી આપતો. આ મામલામાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. સાથે જ પતિની પણ ધરપકડ થઈ ગઈ છે. તો વળી મહિલાને પિયર મોકલી દેવામાં આવી છે.

Share This Article