પતિએ પત્નીના પ્રેમી સાથે કરાવ્યા લગ્ન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હમ દિલ દે ચૂકે સનમ તમે જોયુ જ હશે. જેમાં એશ્વર્યાના જબરજસ્તી લગ્ન અજય દેવગણ સાથે કરાવી દે છે. બાદમાં જ્યારે તેને એશ્વર્યા અને સલમાન ના પ્રેમ વિશે ખબર પડે છે ત્યારે અજય તેની પત્નીને છૂટ આપે છે કે તે સલમાન સાથે લગ્ન કરી લે. ફિલ્મમાં એશ્વર્યા પ્રેમી સાથે નથી જતી.

કાનપૂરમાં પણ એક કહાની હમ દિલ દે ચૂકે સનમ જેવી છે. જેમાં પતિ જ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દે છે. આ અનોખા લગ્નના સાક્ષી ગામવાળા બન્યા હતા. એટલું જ નહી પરંતુ આ લગ્ન ધૂમધામથી બેંડવાજા સાથે કરાવવામાં આવ્યા હતા.

કાનપૂરના સનિગવા ગામના સુજીતના લગ્ન ફતેપૂર ગામની શાંતિ સાથે થયા હતા. લગ્ન બાદ બંનેના સંબંધ સારા નહોતા. ઘણા પ્રયત્ન કરવા છતાં તેમનું લગ્નજીવન બગડતું જતું હતું. એક દિવસ સુજીતે તેની પત્નીને પૂછી જ લીધુ કે શું તકલીફ છે. ત્યારે શાંતિએ જવાબ આપ્યો કે તે રવિ યાદવને પ્રેમ કરે છે. તેના વગર જીવી નહી શકે. ઘરવાળાના દબાવમાં આવીને તેણે આ લગ્ન કર્યા છે. તે આત્મહત્યા ના કરી લે તેવો ડર સુજીતને સતાવતો હતો.

આ વાતથી સુજીત ખૂબ ડરી ગયો હતો. બાદમાં તેણે તેના પરિવાર અને પત્નીને સમજાવીને લગ્ન કરવા માટે રાજી કર્યા. બેંડવાજા સાથે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. પોતાની જ પત્નીનો હાથ તેના પ્રેમીના હાથમાં સોંપીને આશીર્વાદ આપ્યા કે તે હંમેશા ખુશ રહે. આને કહેવાય અજબ પ્રેમ કી ગજબ કહાની..!!

Share This Article