પતિને પત્નીની હત્યાના આરોપમાં જેલ અને પત્ની અન્ય સાથે જીવિત ફરે છે..

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

લગભગ દોઢ મહિના પહેલા એક મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. હત્યાના આરોપમાં તેનો પતિ જેલમાં બંધ છે. જોકે હવે તેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. જેને મૃત સમજવામાં આવતી હતી તે મહિલા જીવિત મળી આવી છે. ઘટનાની સચ્ચાઇ સામે આવ્યા પછી સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે પોલીસે હત્યા જેવા સંગીન આરોપમાં પ્રાથમિક તપાસ કર્યા વગર કેવી રીતે કાર્યવાહી કરી દીધી? મહિલાની હત્યાના આરોપમાં તેના પિતાએ સુગૌલી સ્ટેશનમાં પ્રાથમિક કેસ નોંધાવ્યો હતો. તેના પર પોલીસે મહિલાના પતિ શેખ સદામને ધરપકડ કરી હતી. લગભગ દોઢ મહિનાથી સજા ભોગવી રહેલા સદામના પરિવારજનોએ મૃત ધોષિત મહિલાને જીવિત શોધી લીધી છે. મહિલાને મોતિહારી નગરથી અગરવા મોહલ્લાથી પકડવામાં આવી છે. તે પોતાના પ્રેમી સાથે રહેતી હતી. ઘટના બિહારના સુગૌલી પોલીસ સ્ટેશનના નિમુઇ ગામની છે.

યુવતીના પિતા સફી અહમદ દ્વારા આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીની હત્યા કરીને નવજાતનું અપહરણ કરીને સાસરિયાના લોકોએ તેને ક્યાંક સંતાડી દીધી છે. દહેજમાં ૫ લાખ રૂપિયાની માંગણી કરી છે તેવો આરોપ પણ લગાવ્યો હતો. રૂપિયા ના આપવા પર નાઝનીનની પિટાઇ પણ કરવામાં આવતી હતી. પીટાઇ દરમિયાન હત્યાની ધમકી પણ આપવામાં આવતી હતી. આ પછી તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. સદામના પરિવારજનોએ મૃત જાહેર થયેલી નાઝનીન ખાતુનને શોધી પાડી હતી. તે પોતાના પ્રેમી ફયાઝ સાથે ઘરેથી ફરાર થઇ ગઇ હતી.

ફૈયાઝ પ્રેમિકા નાઝનીન સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. તે પોતાના પુત્ર સાથે રહેતી હતી. પુત્રની તબિયત બગડતા ડોક્ટર પાસે ગઇ હતી. જેમાં તે જિવિત છે તેવી જાણ થઇ હતી. અન્ય એક કેસની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં અનિભા મર્ડર કેસમાં ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં પોલીસ લવ ટ્રાયંગલની પણ તપાસ કરી રહી છે. મૃતક યુવતીને કોઇ પ્રાઇવેટ કંપનીના મેનેજેર સાથે પ્રેમ (ર્ઙ્મદૃી)થઇ ગયો હતો. આ વાતને તેનો બોયફ્રેન્ડ અને નકલી પત્રકાર ગુસ્સે થયો હતો. અટકળો કરવામાં આવી રહી છે કે આ વાતથી નારાજ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને ગોળી મારી દીધી હતી. એ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવતીને માર્યા પછી આરોપી યુવક નદીમાં કુદી ગયો હતો. કારણ કે હત્યાના એક દિવસ પછી બોયફ્રેન્ડની લાશ નર્મદામાં તિલવારાઘાટ પર મળી હતી. પોલીસ આ ચોંકાવનારી ઘટનાના દરેક પહેલુ પર તપાસ કરી રહી છે.

Share This Article