પતિના કારણે તેના જીવનની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ :  હોલિવુડની ટોપ ક્લાસ અભિનેત્રી અને પ્રિટી વુમન તરીકે વિશ્વભરમાં જાણીતી રહેલી ખુબસુરત જુલિયા રોબર્ટસે કહ્યુ છે કે લગ્ન લાઇફને લઇને તે ખુબ સંતુષ્ટ છે. તેનુ કહેવુ છે કે વર્ષ ૨૦૦૦માં તેના રાઇટમેનની શોધ પૂર્ણથયા બાદ અને લગ્ન કર્યા બાદ હવે તેની લાઇફની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે પતિના કારણે જ તે તમામ બાબતોને હાંસલ કરવામાં સફળ રહી છે. કરોડો ચાહકો ધરાવનાર  જુલિયાએ માહિતી આપતા કહ્યુ છે કે તેના ચાહકો તો કરોડો છે પરંતુ તેને ખુબ ઓછા લોકો નજીકથી ઓળખી શક્યા છે. તાજેતરમાં જ જુલિયા રોબર્ટસે પોતાના સંબંધમાં ખાસ બાબત શેયર કરી હતી.

જુલિયાએ કહ્યુ હતુ કે તે સાલ ૨૦૦૦માં પોતાના પતિ અને સિનેમાટોગ્રાફર ડેનિયલ મોડરને મળી તે પહેલા સુધી કેટલાક અંશે થોડીક બગડેલી અને સ્વાર્થી પ્રવૃતિ ધરાવનાર હતી. જા કે ડેનિયલ સાથે લગ્ન કર્યા બાદ તે હવે આ પ્રવૃતિમાંથી બહાર નિકળી ચુકી છે. હકીકતમાં લેબસાઇટ ડેલીમેલ ડોટ કો ડોટ યુકેના કહેવા મુજબ ૧૫ વર્ષથી મોડરની સાથે પરિણિત લાઇફ ગાળ્યા બાદ જુલિયા નક્કરપણે માને છે કે તેના પતિના કારણે તેની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે. બીજી બાજુ જુલિયાએ હાર્પર બજારને કહ્યુ છે કે પહેલા તે પોતાને પ્રાથમિકતા આપતી હતી. થોડીક સ્વાર્થી પણ હતી.

ફિલ્મ પ્રિટી વુમનના કારણે જુલિયા વિશ્વભરમાં જાણીતી થઇ ગઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે રિચર્ડ ગેરે મુખ્ય ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ જુલિયા પ્રિટી મુવન તરીકે ચાહકોમાં લોકપ્રિય થઇ ગઇ હતી.

Share This Article