હુમા કુરેશી વેબ ટેલિવીઝન સિરિઝને લઇ ખુબ જ ખુશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની અભિનેત્રી હુમા કુરેશી પોતાની છ એપિસોડની ટેલિવીઝન સિરિઝને લઇને ભારે આશાવાદી છે. આની શરૂઆત આજે નેટફ્લીક્સ પર કરવામાં આવી હતી. જેને લઇને ચાહકો પર ખુશ છે. લેલા નામની વેબસિરિજ ચાહકોમાં રોમાંચ સર્જે છે. હુમા કુરેશી ઉપરાંત સિરિયલમાં રાહુલ ખન્ના અને સંજય સુરી પણ કામ કરી રહ્યા છે. આરિફ જાકરિયાની પણ ભૂમિકા છે. દિપા મહેતા દ્વારા આનુ નિર્દેશન કરવામાં આવ્યુ છે. આ સિરિઝ પ્રયાગ અકબર દ્વારા લખવામાં આવેલી વર્ષ ૨૦૧૭ની નવલકથા પર આધારિત છે. આઠમી માર્ચે ટીજર લોંચ કરવામાં આવ્યા બાદ આની ચર્ચા ચાહકોમાં રહેલી છે.

હુમા હાલમાં ફિલ્મોમાં ઓછી દેખાઇ રહી છે. તે રજનિકાંત સાથે કાલામાં દેખાઇ હતી. અક્ષય કુમારની સાથે તેની કોર્ટ ડ્રામા ફિલ્મ જાલી એલએલબી-૨ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો.  તેની પાસે વધારે ફિલ્મો આવી રહી છે. આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશીએ પોતાની પાંચ વર્ષની કેરિયર દરમિયાન મોટા ભાગે મલ્ટીસ્ટાર ફિલ્મો કરી છે.પરંતુ તેનુ કહેવુ છે કે તે દરેક રોલ પોતાની તાકાત પર મેળવી રહી છે. પોતાની તાકાતના લીધે જ બોલિવુડમાં ઓળખ ઉભી કરી હોવાનો હુમાએ દાવો કર્યો છે.

૩૧ વર્ષીય અભિનેત્રી હુમા કુરેશીએ વર્ષ ૨૦૧૨માં ગેંગ્સ ઓફ વાસેપુર મારફતે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ કેટલીક શÂક્તશાળી ભૂમિકા અદા કરી હતી. ડી ડે , ડેઢ ઇશ્કિયા અને એક થી ડાયન જેવી ફિલ્મમાં તે કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ડેઢ ઇશ્કિયા સુધી તમામ ફિલ્મમાં ઓડિશન આપી હોવાનો દાવો હુમાએ કર્યો છે. તેનુ કહેવુ છે કે તેને ફિલ્મો તેની મહેનતના કારણે મળી રહી છે. જા કે હવે તેની સ્થિતી પહેલા કરતા સારી થઇ છે.

Share This Article