મુંબઇ : બોલિવુડની નવી આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશી પણ પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માની જેમ થોડાક સમય બાદ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કુદી જવા ઇચ્છુક છે. તે કહે છે કે તેની ઇચ્છા પહેલાથી જ રહેલી છે. હાલમાં તેની પાસે અપેક્ષા મુજબની સારી ફિલ્મો આવી રહી નથી. નવી નવી અભિનેત્રીઓ વચ્ચે જોરદાર સ્પર્ધાનો સામનો દરેક મોટી સ્ટાર કરી રહી છે ત્યારે હુમા પણ હવે ફિલ્મ નિર્માણમાં કુદી જવા માટે તૈયાર છે. દિયા મિર્યા, અનુષ્કા શર્મા અને પ્રિયંકા પહેલાથી જ ફિલ્મ નિર્માણ કરી ચુકી છે. હુમા કુરેશી હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિનાની જેમ જ લાઇફમાં આગળ વધવા માંગે છે. હુમા કુરેશી હાલમાં અક્ષય કુમાર સાથે જાલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગયા બાદ તેની કેરિયરમાં તેજી આવી છે. આ ઉપરાંત તે સાઉથમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. તેની વ્હાઇટ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. જેમાં તેની સાથે મમુટીની ભૂમિકા હતી. તે એન્જેલિનાની જેમ જ મોટી વયે પહોંચી ગયા બાદ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડશે અને ફિલ્મોમાં ભૂમિકા કરવાના બદલે નિર્માણમાં વધારે ધ્યાન આપશે. ગર્લ, ઇન્ટરપ્ટેડ તેમજ લારા ક્રોફટ જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુકેલી એન્જેલીનાથી હુમા કુરેશી ખુબ પ્રભાવિત રહી છે. ૩૯ વર્ષીય જાલી વર્ષ ૨૦૧૧માં ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં ઉતરી ગઇ હતી અને વર્ષ ૨૦૧૧માં જાલીએ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી. કુરેશી તેનાતી ખુબ પ્રભાવિત રહી છે.
તેનુ કહેવુ છે કે હાલમાં તે ફિલ્મોમાં પોતાની ભૂમિકા પર ધ્યાન આપી રહી છે. હુમા કુરેશીએ કહ્યુ છે કે તે ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમા તેના ભાઇ સાકિબ સલીમની મદદ લેશે કે કેમ તે અંગે પુછવામાં આવતા હુમાએ કહ્યું હતું કે તેના ભાઇ સાથે ફિલ્મ નિર્દેશન શક્ય નથી. અમે બિલુકલ જુદા જુદા અભિપ્રાય ધરાવીએ છીએ. અમે સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છીએ. હુમાએ તેની કેરિયરની શરૂઆત ગેંગ્સ ઓફ વાસેપુર મારફતે કરી હતી. બોલિવુડની આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશીએ તેની ટુંકી કેરિયરમાં જ સારી સફળતા મેળવી લીધી છે. અક્ષય કુમારની સાથે જાલી એલએલબીના બીજા ભાગમાં હુમા નજરે પડી હતી. તે એક્ટિંગના મામલે ખુબ કુશળ હોવાની સાબિતી તે પ્રથમ ફિલ્મથી જ આપી ચુકી છે. સાઉથની ફિલ્મોમા પણ હુમા કુરેશી ભાગ્ય અજમાવી રહી છે. ઉપરાંત તેની પાસે નાના પરદા પરના કેટલાક મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે પોતાની કેરિયરમાં ફિલ્મ સાથે સંબંધિત મોટા કામો કરવા માટે ઇચ્છુક છે.