Huawai એ  Honor બ્રાન્ડના  બે સસ્તા સ્માર્ટફોન લોન્ચ કર્યા

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ચીનની કંપની Huawei એ મંગળવારે એક કાર્યક્રમ દ્વારા બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાના હાથે બે સ્માર્ટફોન 7A અને 7C લોન્ચ કરાવ્યા. જેમાં Honor 7A- 8,999 રુપિયા જ્યારે Honor 7C બે વેરિયન્ટમાં 9,999 અને 11,999 રુપિયા કિંમત રાખી છે. 

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી ઓછી કિંમતમાં આટલા ફીચર્સવાળા સ્માર્ટફોન નહોતા. ભારતીય બજારમાં ઉતારાયેલા 7A ફ્લિપકાર્ટ પર 29 મેથી અને 7C 31 એમેઝોન પર ઉપલબ્ધ કરાવાશે.

7A મૉડલમાં 5.7 ઈંચની ડિસ્પ્લે અને 8MP સોફ્ટ સેલ્ફી ટોનિંગ લાઈટનો સેકન્ડરી ફ્રન્ટ કેમેરા અને 13 પ્લસ 2 મેગાપિક્સલ ડ્યુઅલ લેન્સ પ્રાઈમરી રિયર કેમેરા છે. જેમાં 3 પ્લસ 32GB મેમરી છે. આ ફોન બ્લ્યુ, બ્લેક અને સિલ્વર કલરમાં મળશે. 7C મૉડલમાં 5.99 ઈંચ ડિસ્પ્લે અને 8MP સોફ્ટ સેલ્ફી કેમેરા અને 13 પ્લસ 2 મેગાપિક્સલ ડ્યુઅલ લેન્ચ કેમેરા અને 3 પ્લસ અને 32GB કેમેરા છે અને તેની કિંમત 9999 રુપિયા રખાઈ છે. જ્યારે તેના બીજા મૉડલમાં 4 પ્લસ 62GB મેમરી છે, જેની કિંમત 11,999 રુપિયા છે.

Share This Article