૩૧મી સુધી સિક્યુરીટી નંબર પ્લેટ જરૂરી રહેશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે. રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે વાહન ચાલકોના આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને કારણે તેમજ નાગરિકોની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની તા.૩૧/૦૧/૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.

આ તારીખ સુધીમાં વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાડવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત હોઈ, મુદત બાદ તા.૧લી ફેબ્રુઆરી-૨૦૧૯થી એચએસઆરપી વગરના વાહનો સામે તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જેની નાગરિકોએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.

Share This Article