દક્ષિણ કોરિયાના એક્શન ડિરેક્ટર સી યંગ ઓહ જેમણે એવેન્જર્સ: એજ ઓફ અલ્ટ્રોન, સ્નોપીયરર વગેરે જેવી ફિલ્મોમાં કામ કરનારા વિશ્વના ટોચના એકશન દિગ્દર્શકમાંના એક છે, તે હાથો હાથ લડાઇની સિક્વન્સ અને જો ડ્રોપ્પીંગ એક્શન સ્પેક્ટેકલ્સ જટિલ હોવા છતા પણ કુશળતા ધરાવે છે. વોરમાં, સી યોંગ ઓહે બોલીવુડના ઇતિહાસમાં કેટલાક મોટામાં મોટા એક્શન સ્ટન્ટ્સની રચના કરી છે જેમાં હૃતિક રોશનને વિમાનમાં દર્શાવતી એક્શન સિક્વન્સ અને ટાઇગર શ્રોફની રેકોર્ડ સ્મેશીંગ વન શોટ એન્ટ્રીનો સમાવેશ થાય છે.
હોલીવુડના એક્શન ડિરેક્ટર વોર માટે કહે છે કે વોર માટે હૃતિક તેના શરીરને જોખમી સ્તર સુધી લઇ ગયો છે, કારણ કે તેના બધા એક્શન સિક્વન્સ માટેના જોખમનું સ્તર જટિલ માનવામાં આવ્યું હતું. “પ્રેક્ષકો માટે સ્ક્રીન પર જો-ડ્રોપીંગ સીનને લાવવા માટે હૃતિકે તેની પોતાની સલામતી બાજુ પર મૂકી હતી. હૃતિકના નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્ણ પ્રદર્શન માટે હું તેની ભારે પ્રશંસા કરવા માગુ છું. એક્શન પ્રદર્શનને સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યા પછી તે જે રીતે તે હસે છે તે એવી કોઇક ચીજ છે જેને હું મોટે ભાગે ચૂકી જઇશ ” એમ સી યંગ ઓહ કહે છે.
ટાઇગરની અતુલ્ય વન શોટ એક્શન એન્ટ્રી વિશે કે જે હવે બોલીવુડના ઇતિહાસમાં સૌથી લાંબી વન-શોટ એક્શન સિક્વન્સ બની ગઈ છે, સી યંગ ઓહ યુવા સુપરસ્ટાર પર ભારે પ્રશંસા પરસાવી રહ્યા છે. “એક જ શોટમાં સિક્વન્સ બનાવવા માટે જે તે વ્યક્તે સતત ધ્યાન અને પ્રયત્નો કરવા પડે છે. ખાસ કરીને જ્યારે આ એકક્શન સિક્વન્સ હોય ત્યારે અભિનેતાની જન્મજાત પ્રતિભા અને એકક્શનની ક્ષમતા પૂર્વશરત બની જાય છે. ટાઇગર આવી જ સરળતાથી એકશન કરે છે. તેણે તેની દરેક હલતલથી મને ક્યારેય અચરજ આપવામાં નિષ્પળ ગયો નથી. હું માનું છું કે ટાઇગર બોલિવૂડની એક્શન ફિલ્મોનું ભવિષ્ય હશે, ”ઓમ ટોચના એક્શન ડિઝાઇનર કહે છે.
સી યુંગ ઓહ માટે, વોર તેની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ફિલ્મ છે જેણે તેની કારકિર્દીમાં કામ કર્યું છે! તે કહે છે, “સ્ક્રિપ્ટ વાંચ્યા પછી એકદમ નારાજ થયો હોવાનું મને યાદ છે. મે અનેકવાર વિચાર્યું હતુ કે, ‘સિદ્ધાર્થ સર આવું કેવી રીતે કરવાનું વિચારી રહ્યા છે?’ મને લાગે છે કે મેં ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવાના મારા આટલા વર્ષોમાં માત્ર એક જ ફિલ્મ માટે આટલી બધી પ્રિ-વિઝ્યૂલાઇજેશન વીડિયો શૂટ કર્યા નથી. ‘
દિગ્દર્શકે ઉમેર્યું હતું કે તેમણે અગાઉ ક્યારેય ન થઇ હોય તેવી એકશન સિક્વન્સનું સર્જન કરવા માટે અને બે સુપરસ્ટાર્સને એક્ઝિક્યુટ કરતા પહેલા હૃતિક અને ટાઇગરની એક્શન ફિલ્મોનો અભ્યાસ કર્યો હતો. “મારા માટે બોલિવુડના બે મહાન એકશન સ્ટાર્સ (અને તે પણ બન્ને એક જ ફિલ્મમાં!) સાથે કામ કરવાની તક મેળવવી એ મારા માટે ખૂબ જ સન્માનની વાત હતી, મારા અગાઉના કામોનો અભ્યાસ અને અર્થઘટન કરવું પણ મારા માટે મહત્ત્વનું હતું તેમની પોતાની શૈલીઓ. તે મારા માટે જેટલું મોટું સન્માન હતું તેટલું જ બોજારૂપ હતું. જ્યારે અભિનેતાઓ એક્શન પરફોર્મન્સમાં સારા હોય છે, ત્યારે તે ચોક્કસપણે ફિલ્મ માટે ફાયદાકારક હોય છે, પરંતુ એકશન દિગ્દર્શક તરીકે મારા માટે દબાણ એ છે અગાઉ ક્યારેય જોઇ ન હોય તેવી નવી અને વિશિષ્ટ એકશન સિક્વન્સ સાથે બહાર આવવાનું છે. તેમના માટે કોરિયોગ્રાફની રચના કરતી વખતે મારે ખૂબ કાળજી અને વિચારશીલ રહેવું પડ્યું હતુ’ એમ તેમણે જણાવ્યું હતું.
યશરાજ ફિલ્મ્સની વોર, દરેક સમયનું સૌથી મોટું સ્પેક્ટેકલ્સ બનવાની બાંયધરી આપે છે. ભારે ઉત્તેજનાપૂર્ણ મનોરંજનમાં હૃતિક અને ટાઇગરને એક માસિક શોડાઉનમાં એકબીજા સામે નિર્દયતાપૂર્વક લડતા બતાવવામાં આવ્યા છે. એકબીજાને મહ્તા કરવાના પ્રયાસમાં બન્ને સુપરસ્ટાર્સ પોતાના શરીરને ખેંચતા દર્શાવાયા છે.
વિશ્વના કેટલાક અત્યંત આકર્ષક સ્થળોએ વોરનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ટીમે આ એક્શન એક્સ્ટ્રાવેગાન્ઝાને ફિલ્માવવા માટે 7 જુદા જુદા દેશો અને 15 વિશ્વના શહેરોનો પ્રવાસ કર્યો છે. હૃતિક અને ટાઇગરે જમીન, પાણી, સ્થિર બરફ અને હવા પર નિર્દયતાથી એક બીજા સાથે લડત આપીને એકશન ગ્રાફને ઊચો લઇ ગયા છે. ગાંધી જયંતી (2 ઓક્ટોબર)ની રાષ્ટ્રીય રજા પર હિન્દી, તમિલ અને તેલુગુમાં વોર રજૂ થવાનું છે. તેમાં વાણીકપૂરે હૃતિકની પ્રેમીકાનું પાત્ર ભજવ્યું છે.