હવે રિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત હશે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડ સ્ટાર રિતિક રોશન હાલના દિવસોમાં ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બાયોપિક સુપર-૩- નામની ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તેની પાસે કેટલાક નવા પ્રોજેક્ટ રહેલા છે તેના પર કામ કરનાર છે. ત્યારબાદ તે ટાઇગર શ્રોફ અને વાણી કપુર અભિનિત એક ફિલ્મનુ શુટિંગ પણ કરનાર છે. આ ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. ટાઇગર શ્રોફ રિતિક રોશનના મોટા ચાહક તરીકે છે અને હવે તેને રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ગઇ છે.

હાલના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બે ફિલ્મો બાદ રિતિક રોશન બીજા નવા પ્રોજેક્ટ પર કામ કરનાર છે. જેમાં પ્રથમ ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તાની સ્પાઇ થ્રીલર ફિલ્મ છે. જે એક રો એજન્ટની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે અર્જુન કપુર પણ કામ કરનાર છે. અત્રે નોંધનીય છે કે રાજકુમારની છેલ્લી ફિલ્મ રેડ હતી. જે ફિલ્મની ચાહકો અને ટિકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત રિતિક રોશન બીજા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે. જેમાં વરૂણ ધવનના ભાઇ રોહિત ધવન કામ કરશે. અત્રે નોંધનીય છે કે રોહિતે  અગાઉ અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ અભિનિત ફિલ્મ દેશી બોયજનુ નિર્દેશન કર્યુ હતુ.

ચર્ચા છે કે રિતિક રોશન પહેલા ટાઇગરની સાથે પોતાની ફિલ્મને પૂર્ણ કરશે. ત્યારબાદ રાજકુમાર અથવા તો રોહિતની ફિલ્મમાં કામ શરૂ કરશે. આ બાબતની સંભાવના છે કે આ બન્ને ફિલ્મોમાં રિતિક પહેલા એક જ પ્રોજેક્ટ પર કામ કરશે. આ ઉપરાંત તે કૃષ-૪ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. રાકેશ રોશનની ફિલ્મ કૃષ-૪ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Share This Article