મુબંઇ: આઇઆઇટીની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવા માટે ચર્ચિત સંસ્થા સુપર ૩૦ના વિષય પર આધારિત ફિલ્મ સુપર ૩૦ ફિલ્મ બની રહી છે. આ બાયોપિક ફિલ્મમાં રિતિક રોશન કામ કરી રહ્યો છે. આ બાયોપિક ફિલ્મ હજુ રજૂ કરવામાં આવી નથી ત્યારે પહેલાથી જ લોકોની પ્રથમ પસંદગી તરીકે આ ફિલ્મ બની ગઇ છે. આ બાયોપિક ફિલ્મના પ્રથમ પોસ્ટરને ગયા સપ્તાહમાં જારી કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા વધી ગઇ છે. લોકોની પ્રથમ પસંદગી તરીકે આ ફિલ્મ ઉભરી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ ફિલ્મ ભારે ચર્ચા જગાવી રહી છે. પોસ્ટર જારી કરવામાં આવ્યા બાદ ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી રહી છે. ફિલ્મ સુપર ૩૦ સૌથી વધારે ટ્રેડ કરનાર ફિલ્મ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગુગલે પોતાની સાઇટ પર આની માહિતી આપી છે.
ગુગલે પોતાની સાઇટ પર એક વિડિયો ક્લીપ જારી કરીને કેટલીક વાત કરી છે. આ ફિલ્મમાં રિતિક રોશન આનંદ કુમારની જેમ ભણાવતા નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે જાણીતા નિર્દેશક વિકાસ બહેલના નિર્દેશનમાં આ ફિલ્મ બની રહી છે. હવે ફિલ્મ તૈયાર કરી લેવામા આવી છે. રિતિક રોશન ફિલ્મમાં મુખ્ય રોલમાં નજરે પડી રહ્યો છે. સંસ્થાના સ્થાપક આનંદની ભૂમિકામાં રિતિક રોશન નજરે પડનાર છે. રિતિક રોશનની ગણતરી હમેંશા ટોપ ક્લાસ સ્ટાર અભિનેતામાં રહી છે.
રિતિક રોશનની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતી રહી છે. તેની પાસે હાલમાં અનેક ફિલ્મો હાથમાં છે. જેમાં એક ફિલ્મમાં તે ટાઇગર શ્રોફ સાથે કામ કરી રહ્યો છે. જ્યારે અન્ય કેટલીક ફિલ્મ પણ કરી રહ્યો છે. જેમાં તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ પણ છે જેમાં પ્રિયંકા ચોપડા કામ કરવા માટે માની ગઇ છે.