લેખક-દિગ્દર્શક પુષ્કર અને ગાયત્રીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર આજે મુંબઈમાં એક વિશેષ ઇવેન્ટમાં કલાકારો દ્વારા ઔપચારિક રીતે લૉન્ચ કરવામાં આવ્યું હતું!
ઔપચારિક લૉન્ચ માટે એક બિલ્ડઅપના રૂપમાં, વિક્રમ વેધાના નિર્માતાઓએ ગઈકાલે કલાકારોના ચાહકો માટે આશ્ચર્યજનક રીતે અમદાવાદ સહિત દેશ ભરના10 શહેરોમાં અને દુબઈમાં એક એક્સક્સુસિવ પ્રીવ્યૂનું આયોજન કરવામાં આવ્યુ હતું. ભારતીય સિનેમાના ઈતિહાસમાં પ્રથમ વખત આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પ્રકારના આયોજનથી ન માત્ર એક દિવસ પહેલા જ એક ભારે હાઇપ પેદા કરવામાં મદદ મળી હતી, પરંતુ ટીઝરની ભવ્ય સફળતા બાદ આકાશની ઉચી અપેક્ષાને પણ પૂર્ણ કરવામાં આવી હતી.
ટ્રેલરને સમગ્ર શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર બૂમો પાડી રહેલા અને સીટી વગાડતા ચાહકો તરફથી અવિશ્વસનીય પ્રેમ અને પ્રશંસા મળી રહી છે.
‘વિક્રમ વેધા’માં સૈફ અલી ખાન વિક્રમની જ્યારે ઋતિક રોશન વેધાની મુખ્ય ભૂમિકામાં છે. જ્યાં સૈફ અલી ખાન વિક્રમ તરીકે સીધા શૂટિંગ પોલીસના પાત્રને જીવંત કરતા જોવા મળે છે, જ્યારે ઋતિક રોશન એક ખતરનાક ગેંગસ્ટર, વેધાની ભૂમિકા ભજવીને ટક્કર અને ધાક સાથે પ્રહાર કરે છે.
અભિનેતા ઋતિક રોશન અને સૈફ અલી ખાન જે રીતે ટ્રેલરમાં દેખાય રહ્યાં છે, તેમને તેમના સંબંધિત અભિનય માટે ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં રોહિત સરાફ, યોગિતા બિહાની, શારીબ હાશ્મી અને સત્યદીપ મિશ્રા પણ આશાસ્પદ ભૂમિકામાં છે.
‘વિક્રમ વેધા’ પુષ્કર-ગાયત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત એક્શન-થ્રિલર છે.‘વિક્રમ વેધા’ની વાર્તા અનેક મરોડ અને વળાંકોથી ભરેલી છે, કારણ કે એક ખડતલ કોપ વિક્રમ (સૈફ અલી ખાન) એક ખૂંખાર ગેંગસ્ટર વેધા (ઋતિક રોશન)ને ટ્રેક કરી તેનો પીછો કરવા નીકળે છે. જે સામે આવે છે તે છે બિલાડી અને ઉંદરની પકડા-પકડી, જ્યાં માસ્ટર વાર્તાકાર વેધા વાર્તાઓની એક શ્રૃંખલાના માધ્યમથી વિક્રમને પાછલી ઘટનાઓ પરથી પડદો હટાવવા માટે મદદ કરે છે, જે વિચાર-પ્રેરક નૈતિક અસ્પષ્ટતાઓ તરફ દોરી જાય છે.
‘વિક્રમ વેધા’ને ગુલશન કુમાર, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને જિયો સ્ટુડિયો અને YNOT સ્ટુડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે અને નિર્માતા ભૂષણ કુમાર અને એસ. શશીકાંત છે અને ‘વિક્રમ વેધા’ 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વૈશ્વિક સ્તરે મોટા પડદા પર રજૂ થશે.
ટ્રેલર લિંક – https://youtu.be/hpwnlr-ZHB0