રિતિક અને સુઝેન ફરી ટુંકમાં લગ્ન કરી શકે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં ફરી એકવાર રિતિક રોશન અને સુઝેન ખાનના લગ્નને લઇને ચર્ચા ચાલી રહી છે. બાળકોને ધ્યાનમાં લઇને બંને લગ્ન કરી શકે છે. હાલમાં બાળકોના કેટલાક કાર્યક્રમોમાં સાથે પણ દેખાયા છે. જેથી એવી અટકળો ચાલી રહી છે કે તેમના ફર લગ્ન થઇ શકે છે.  એમ માનવામાં આવી રહ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં છુટાછેડા લઇ ચુકેલા રિતિક રોશન અને સુઝેન ખાન ફરી લગ્ન કરવા જઇ રહ્યા છે.

મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો રિતિક અને સુઝેન ફરી એકવાર લગ્ન કરવા માટેનો નિર્ણય કરી ચુક્યા છે. લગ્નની તૈયારી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. બન્ને નવેસરથી લગ્ન લાઇફ શરૂ કરવા માટે ઇચ્છુક છે. બન્નેના આ નિર્ણયની બ્પાછળ તેમના બાળકો જવાબદાર હોવાના હેવાલ પણ મળી રહ્યા છે.

જો એમ થશે તો વર્ષ ૨૦૧૮ની સૌથી મોટી ઘટના બની રહેશે. રિતિક અને સુઝેન છુટાછેડા લીધા બાદ અનેક વખત એકબીજા સાથે બાળકોની સાથે નજરે પડી ચુક્યા છે. પરિવારની સાથે હોલિડેમાં પણ સાથે દેખાયા છે. બોલિવુડ ઇવેન્ટમાં પણ બન્ને સાથે નજરે પડ્યા છે. અલગ થયા બાદ પણ બન્ને એક સાથે સમય ગાળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ રિતિક રોશને હાલમાં જ સુઝેન અને તેના બાળકો માટે એક  શાનદાર એપાર્ટમેન્ટની ખરીદી કરી છે. ભલે બન્ને એકબીજાથી અલગ છે પરંતુ રિતિક માટે આજે પણ સુઝને અને તેના બાળકો પ્રથમ પ્રાથમિકતા છે. આ એપોર્ટમેન્ટ જુહુમાં છે. જે તેમના ઘરથી માત્ર ૧૫ મિનિટના અંતરે સ્થિત છે. રિપોર્ટ મુજબ બન્ને અલગ થયા હતા ત્યારે સુઝેન અંધેરીની એક ઇમારતમાં રહેતી હતી.

Share This Article